Sun,19 May 2024,4:31 am
Print
header

ઓનલાઇન મેચની ટિકિટ બુક કરાવતા પહેલા ચેતજો, ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ આપવાના નામે વિદ્યાર્થીની થઇ ઓનલાઈન છેતરપિંડી

અમદાવાદઃ શહેરના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે મેચની ટિકિટના નામે છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. ક્રિકેટ વર્લ્ડ કપ-2023 અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટને લઈને ક્રિકેટ ચાહકોની ઉત્સુકતાનો લાભ લેવા સાઈબર ઠગ ગેંગ સક્રિય થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત પંડિત દીન દયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)ના એક વિદ્યાર્થીને આ મેચની ઓનલાઈન ટિકિટ આપવાના નામે છેતરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

PDEUની BE સ્ટુડન્ટ રવિતેજા પદ્મા (ઉ.વ-22) ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં ભારત-પાકિસ્તાનની મેચ જોવાની હતી. 9 સપ્ટેમ્બરે રવિતેજા તેના મિત્ર નીલ પટેલ સાથે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટિકિટ વિશે પૂછપરછ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેના મિત્ર નીલ પટેલના મોબાઈલ પર ઈન્સ્ટાગ્રામ પર રીલ જોતી વખતે તેણે ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટોની જાહેરાત જોઈ હતી. તેના પર ક્લિક કર્યું, ત્યારે મેં ટિકિટના સત્તાવાર વેચાણકર્તાનું સૂત્ર જોયું હતું, લખ્યું હતું કે તીન સાલ કા વિશ્વાસ. જેના કારણે મેં મેસેજ કરીને 14મી ઓક્ટોબરની ટિકિટ વિશે પૂછપરછ કરી હતી. જવાબ મળ્યો કે સ્ટેડિયમના નીચેના ભાગમાં ટિકિટો છે. એક ટિકિટની કિંમત 3500 રૂપિયા છે. રવિતેજાને 6 ટિકિટ જોઈતી હતી, તેથી તેણે છ ટિકિટ બુક કરાવવાની વાત કરી. આના પર 21 હજાર રૂપિયા બતાવ્યાં હતા.

ટિકિટ બુકિંગ માટે 25 ટકા રકમ

સાયબર ઠગ વતી કહેવામાં આવ્યું કે પહેલા માત્ર 25 ટકા રકમ ચૂકવવી પડશે. આ રકમ ચૂકવવા પર તમને ઈમેલ દ્વારા ઈ-ટિકિટ મળશે.ત્યારબાદ 50 ટકા રકમ ભર્યાં બાદ ઈમેલ દ્વારા ટિકિટ કુરિયર દ્વારા ઘરે મોકલવામાં આવશે. ટિકિટ મેળવ્યાં બાદ 25 ટકા રકમ ચૂકવવી પડશે. જેના કારણે રવિતેજાએ આદિત્યમાલિક નામના યુપીઆઈ આઈડી પર છ ટિકિટ માટે 5250 રૂપિયા ઓનલાઈન મોકલ્યાં હતા. પૈસા મોકલ્યા બાદ D-17 થી 22 સુધીની ટિકિટો ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી.

QR કોડ સ્કેનિંગના ન હોવાના કારણે પોલ ખુલ્લી પડી

ઈમેલ દ્વારા મોકલવામાં આવેલ ટિકિટ પર આપવામાં આવેલ QR કોડને સ્કેન કરતી વખતે કોડ સ્કેન થયો ન હતો. સાયબર આરોપીએ વીડિયો કોલ કરીને તેને બાકીના પૈસા મોકલવાનું કહ્યું, તેને કહ્યું કે QR કોડ સ્કેન થઈ રહ્યો નથી, પરંતુ તેણે જવાબ આપ્યો ન હતો, જેના કારણે રવિતેજાએ વધુ ચુકવણી કરી ન હતી. જેના કારણે છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. આરોપીએ સોશિયલ મીડિયા પર જાહેરાતની લિંક્સ આપવા સાથે, વીડિયો કૉલ્સ પણ કર્યાં અને મેચની ટિકિટો પણ બતાવી અને રવિતેજાને વિશ્વાસમાં લીધો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch