Sun,19 May 2024,1:14 am
Print
header

પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા !

અમદાવાદઃ પિત્ઝા પ્રેમીઓએ સાવચેત થઇ જવાની જરુર છે, હવે કેટલીક રેસ્ટોરન્ટ તમને એવો ખોરાક આપી રહી છે, જેનાથી તમારું આરોગ્ય બગડી શકે છે. આ વખતે જાણીતી બ્રાન્ડ લાપિનોઝ પિત્ઝામાં ગયેલા કેટલાક યુવકોને કડવો અનુભવ થયો છે, તેમને અહીં એવા પિત્ઝા આપવામાં આવ્યાં જેમાંથી વંદા નીકળ્યાં હતા. આ જોઇને ગ્રાહક ચોંકી ગયા હતા અને તેમને તરજ ત સ્ટોરના મેનેજરને આ બાબતે ફરિયાદ કરી હતી. ગ્રાહકના કહેવા પ્રમાણે તેમને એક મોટો અને એક નાનો પિત્ઝા મંગાવ્યો હતો, નાના પિત્ઝાનું બોક્સ જેવું ખોલ્યું કે તેમાંથી તરત જ 8 જેટલા વંદા નીકળ્યાં હતા.

એલિસબ્રિજમાં આવેલી લાપિનોઝ રેસ્ટોરન્ટનો આ બનાવ શહેરના આરોગ્ય વિભાગ પાસે પહોંચ્યો હતો, જેથી આરોગ્ય વિભાગે આ રેસ્ટોરન્ટને દંડની કાર્યવાહી કરી હતી. જો કે આવી રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની જરુર છે જે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે.

ગુજરાત કોલેજ પાછળ આવેલા લાપિનોઝ પિઝામાં 5 મિત્રો ગયા હતા અને તેમની સાથે આ બનાવ બન્યો હતો. ત્યારે તમે પણ સાવચેત થઇ જાજો, તમને પણ રેસ્ટોરન્ટ આવો અખાદ્ય ખોરાક આપે છે તો તમે પણ તેની સામે ફરિયાદ કરી શકો છો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch