Sun,19 May 2024,12:12 am
Print
header

અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત

ફરીથી ઝડપાયું સ્મગલિંગનું સોનું

દુબઇથી આવેલા શખ્સની તપાસ કરતા મળ્યું સોનું

અમદાવાદઃ ઇન્ટરનેશન એરપોર્ટ પર ફરીથી સ્મગલિંગનું સોનું ઝડપી પાડવામાં કસ્ટમ વિભાગને સફળતા મળી છે, દુબઇથી અમદાવાદની ફ્લાઇટમાં આવેલા એક શખ્સની તપાસ કરતા તેની બેગમાંથી 1.33 કિલો સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. જેની કિંમત અંદાજે 70 લાખ રૂપિયા જેટલી છે.

દુબઇથી આવેલી ફ્લાઇટ 6E1478 માં આ સ્મગલિંગનું સોનું લાવવામાં આવ્યું હતુ, કસ્ટમ વિભાગના કર્મચારીઓએ મોહંમદ આરિફ અન્સારીના સામાનની તપાસ કરી હતી, જેની પાસેથી 1.33 કિલો સોનું મળી આવતા તેની પૂછપરછ કરી હતી, હાલમાં આ શખ્સની અટકાયત કરવામાં આવી હતી અને તે આ સોનું પોતાના માટે લાવ્યો હતો કે બીજા કોઇના માટે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનિય છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ દિવસ પહેલા ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરી હતી અને 685 ગ્રામ સોના સાથે વિદેશથી આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં હતા. હવે ફરીથી એરપોર્ટ પર ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું
સોનું ઝડપાયું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch