Mon,09 December 2024,1:45 pm
Print
header

ACB ટ્રેપ- ગાંધીનગર મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાંથી નોંધો કાઢી આપવા માટે લાંચ લેનારો શખ્સ ઝડપાયો

ગાંધીનગરઃ રાજધાની ગાંધીનગરમાં એસીબીએ લાંચ લેનારને ઝડપી પાડ્યો છે. એ.સી.બીને માહિતી મળી હતી કે મામલતદાર કચેરી, ગાંધીનગરમાં કામો કરાવવા માટે લાંચ લેવાય રહી છે. રેકડરૂમમાંથી નોંધો કાઢી આપવાના અવેજ પેટે રૂ.500 થી રૂ.1000 ની માંગણીઓ થઇ રહી છે. જેને આધારે વોચ રાખીને ડિકોયરનો સહકાર મેળવીને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાંચના ડિકોય દરમિયાન આરોપી સંજયકુમાર ગાભાજી ઠાકોરે નોંધો કાઢી આપવાના અવેજ પેટે ડિકોયર સાથે વાતચીત કરીને રૂ.1000 ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ મામલતદાર કચેરી, ગાંધીનગરના રેકર્ડ રૂમમાં આરોપીએ ટેબલ પર સ્વીકારી અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. સંજયકુમાર ગાભાજી ઠાકોર, (પ્રજાજન) ને એસીબીએ ઝડપી પાડ્યો છે, જે આ લાંચ લેતો હતો.

ટ્રેપિંગ અધિકારી: એચ. બી. ચાવડા,પો.ઈન્સ.
ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી: એ. કે. પરમાર
મદદનીશ નિયામક, એ.સી.બી, ગાંધીનગર એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch