Thu,09 May 2024,2:14 am
Print
header

WhatsAppનું નવું ફિચર, એકવાર ફોટો- વીડિયો જોયા પછી થઇ જશે ગાયબ

અમદાવાદઃ Android માટે  WhatsApp 2.20.201.6 બીટામાં નવા ફીચરની ઝલક જોવા મળી છે, જેને ‘Expiring Media'કહેવાશે.જેવું કે નામથી સમજાઇ જાય છે આ ફીચર યૂઝર્સને મોકલવામાં આવેલી મીડિયા ફાઇલ્સ જેવી કે ઇમેજ, વીડિયો અને GIFને એકવાર જોયા બાદ ગાયબ કરી દેશે. શરૂઆતી તબક્કામાં આ ફીચરની જાણકારી વોટ્સએપ 2.20.201.1 બીટા દ્ધારા પ્રાપ્ત થઇ હતી.પરંતુ લેટેસ્ટ બીટા વર્ઝન દ્ધારા હવે સૂચન મળ્યું છે કે છેવટે આ ફીચર યૂઝર્સ માટે કેવી રીતે કામ કરશે. 

WhatsApp ફીચર ટ્રેકર WABetaInfoના દ્ધારા વોટ્સએપ 2.20.201.6 બીટાના શેર કરવામાં આવેલા સ્ક્રીન શોટ્સ જોવા મળ્યા છે, ઇન્સ્ટન્ટ મસેજિગ એપ મેસેજ પ્રાપ્ત કરનારા યૂઝર્સને પૉપ-અપ મેસેજે દ્ધારા એક્સપાયરિંગ મીડિયા ફીચરની જાણકારી આપશે.આ પૉપ અપ મેસેજમાં લખ્યું હશે. This media will disappear once you leave this chat (આ મીડિયા ફાઇલ ચેટ છોડતા જ ગાયબ થઇ જશે) નવા ફીચરનો ઉપયોગ કરતી વખતે શેર કરવામાં આવેલી મીડિયા ફાઇલ પર આ મેસેજ યૂઝરને જોવા મળશે. 

આ ઉપરાંત,સોર્સ દ્ધારા મોકલવામાં આવેલા એક સ્ક્રીનશોટમાં પણ જોઇ શકાશે કે જેવો મેસેજ પ્રાપ્ત કરનાર યૂઝર ચેટ છોડશે એક બબલ સામે આવશે, જેની પર લખ્યું હશે View once photo expired. વોટ્સએપ આ ફીચર માટે એક સમર્પિત બટન રજૂ કરશે જે એક્સપાયરિંગ મીડિયા ઇનેબલ કરતી વખતે ફાઇલ મોકલવામાં મદદ કરશે, આ બટનને View Once કહેવામાં આવી શકે છે. હાલ આ વોટ્સએપ બીટા વર્ઝનનો હિસ્સો છે. જો કે યૂઝર્સ માટે આ ફીચર વિજીબલ નથી. પરંતુ, ભવિષ્યમાં બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવાય તેવી શક્યતા છે. 

મહત્વનું છે કે વોટ્સએપનું એક્સપાયરિંગ મીડિયા ફીચર લગભગ ઇન્સ્ટાગ્રામ જેવું જ છે.જેમાં યૂઝર્સ દ્ધારા ડાયરેક્ટ મેસેજમાં મોકલવામાં આવેલા ફોટો તેમજ વીડિયો પોતાની મેળે ગાયબ થઇ જાય છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch