Wed,08 May 2024,10:45 pm
Print
header

જાણો આજથી ચાર દિવસ સુધી કયા રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી

Weather Forecast  Update:  ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.જો કે હવામાન વિભાગ (weather Forecast Today) દ્વારા આજથી ચાર દિવસ સુધી કેટલાક રાજ્યોમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે 13-16 જાન્યુઆરી માટે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. રાજસ્થાન માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆરમાં 3 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. આગામી દિવસોમાં ધુમ્મસ પણ વધી શકે છે. દક્ષિણમાં તામિલનાડુ, કેરળ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. એટલુ જ નહી પૂર્વ અને મધ્ય ભારતમાં આગામી દિવસોમાં તાપમાનમાં બેથી પાંચ ડિગ્રીનો ગગડવાની શક્યતા છે.

કાશ્મીર, ઉત્તરાખંડ, શ્રીનગમાં બરફવર્ષા થઈ રહી છે. ગુલમર્ગમાં પારો માઈનસ 11 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. લદ્દાખમાં તાપમાન માઇનસ 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કેદારનાથમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. જેના કારણે આવતાં બરફીલા પવનોથી આગામી દિવસોમાં ફરી ઠંડીનો પારો વધી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch