Fri,03 May 2024,8:34 pm
Print
header

સ્વામિનારાયણ મંદિરના સંત આવ્યાં રૂપાલાના સમર્થનમાં, કહ્યું- ભાજપને જ મત આપજો- Gujarat Post

વડોદરાઃ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત નથી પડી રહ્યો. આ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના ડો. સંત સ્વામી ભાજપ અને રૂપાલાના સમર્થનમાં આવ્યાં છે. તેમણે ભક્તોને અપીલ કરતાં કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ મત આપજો.અયોધ્યામાં બનેલું ભવ્ય રામ મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે જ શક્ય બન્યું છે. મા મહાકાળીના પાવાગઢ મંદિર પર ચઢેલી ધજા નરેન્દ્ર મોદીને લીધે છે. બે વખત ભાજપ સરકારથી દેશમાં અનેક ધાર્મિક કાર્યો થયા છે. ત્રીજી વખત ભાજપને જ મત આપવાની ડૉ. સંત સ્વામીએ ખુલ્લી અપીલ કરી છે.   

બીજી તરફ ગુજરાત સરકારના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારનું ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે મોટું નિવેદન સામે આવ્યુ છે. ક્ષત્રિય સમાજનો વિરોધ એમની લાગણીનો વિષય છે, રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાથી જે કંઇ પણ બોલાઈ ગયું છે, એ બાબતે ત્રણ વાર તેમને માફી માંગી માંગી છે, માફી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, હવે ક્ષત્રિય સમાજે રૂપાલને માફ કરી દેવા જોઈએ.

ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટમાથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે, સામે ભાજપના રૂપાલા રાજકોટમાંથી જ ઉમેદવારી નોંધાવવાનું એલાન કરી ચૂક્યાં છે. હવે આગળ શું થાય છે તેના પર સૌની કોઇની નજર છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch