Fri,17 May 2024,2:44 pm
Print
header

ગાઝામાં તબાહી જ તબાહી... અમેરિકાએ ઇઝરાયેલને હમાસ પર હુમલાની આપી ખુલ્લી છૂટ !

તેલ અવીવઃ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યાં છે અને ઈઝરાયેલની સેના પણ ગાઝા પટ્ટીમાં જમીની હુમલો કરવાની તૈયારી કરી રહી છે. ઈઝરાયેલે ગાઝામાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ સ્થગિત કરી દીધી છે, જેના કારણે ગાઝાના લોકોનો હવે બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે તેમણે ઈઝરાયેલને ખુલ્લી છૂટ આપી દીધી છે અને તેઓ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં નથી. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું કે, 'અમેરિકા સ્વરક્ષણમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીનું સમર્થન કરે છે અને તેઓ ઇઝરાયેલને રોકવાનું વિચારી રહ્યાં નથી. કિર્બીએ કહ્યું કે અમેરિકા સતત ઈઝરાયેલ સાથે ચર્ચા કરી રહ્યું છે કે ગાઝામાં નાગરિકોની સુરક્ષા થવી જોઈએ, હમાસ દ્વારા અપહરણ કરાયેલા ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષિત વાપસી થવી જોઈએ અને ગ્રાઉન્ડ એટેક પછી શું થઈ શકે તે પણ દુનિયા જોઇ રહી છે.

કિર્બીએ કહ્યું, 'અમે શરૂઆતથી જ ઈઝરાયેલ સાથે છીએ.અમે સામાન્ય નાગરિકોની ચિંતા કરીએ છીએ અને તેના વિશે વાત કરવામાં અમને કોઈ સંકોચ નથી. લડાઈમાં શું નુકસાન થઈ શકે છે તેની પણ ચર્ચા થઈ રહી છે. અમે મિત્રો છીએ અને મિત્રો તે જ કરે છે.

ગાઝામાં યુદ્ધવિરામની માંગ કરી રહેલા લોકોએ ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર દેખાવો કર્યાં હતા. જ્યુઈશ વોઈસ ફોર પીસ લો ગ્રુપ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ન્યૂયોર્ક પોલીસે 300 થી વધુ કાર્યકરોની ધરપકડ પણ કરી છે. બીજી તરફ અનેક દેશો ગાઝાના સમર્થનમાં પણ આવી રહ્યાં છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch