Fri,17 May 2024,1:43 pm
Print
header

નડિયાદના યુવક પર અમેરિકાના નોર્થ કેરોલીનામાં હુમલો, ઘર આંગણે જ ફાયરિંગ કરાયું- Gujarat Post

નડિયાદઃ વિદેશમાં વધુ એક ગુજરાતી પર હુમલો થયો છે. આ વખતે પણ અમેરિકાથી બનાવ સામે આવ્યો છે. નડિયાદના ઉજાસ નામના યુવક પર અમેરિકાના નોર્થ કોરોલીના સ્ટેટમાં હુમલો થયો છે. લૂંટના ઇરાદે અજાણ્યા વ્યક્તિએ ગ્રીન બોરો સિટીમાં રહેતા ઉજાસ ઉપર હુમલો કર્યો. ગ્રીન બોરો સિટીમાં ઉજાસના ઘર આંગણે લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઉજાસને પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

તાજેતરમાં ભારતીય વિદ્યાર્થી વરુણ રાજ પુચા (24) પર અમેરિકાના ઇન્ડિયાનામાં એક જીમમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમની હાલત નાજુક છે. અમેરિકાએ આ હુમલા પર દુખ વ્યક્ત કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વરુણને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીને આરોપી સામે કાર્યવાહી કરી છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ANIને જણાવ્યું કે, અમે ભારતીય વિદ્યાર્થી વરુણ રાકજ પુચા પર ઘાતકી હુમલાના અહેવાલોથી ખૂબ જ પરેશાન છીએ. અમે તેમને ઈજાઓમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ. અમે આ ચાલી રહેલી બાબતથી સંપૂર્ણપણે વાકેફ છીએ અને આરોપી સામે કડક કાર્યવાહી કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch