Fri,17 May 2024,4:23 pm
Print
header

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સીરિયા પર કરી એર સ્ટ્રાઇક, અનેક આતંકી ઠેકાણાંઓ તોડી પાડ્યાં- Gujarat Post

વોશિંગ્ટનઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે અમેરિકાએ સીરિયા પર  એરસ્ટ્રાઇક કરી છે. અમેરિકાએ સૈન્ય વિમાનોએ ઈરાન સમર્થિત આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. આ ગ્રુપોએ તાજેતરમાં જ ઈકાર અને સીરિયામાં અમેરિકન સૈનિકો પર એક ડઝનથી વધારે રોકેટ અને ડ્રોન હુમલા કર્યા હતા. પેટાંગોના રિપોર્ટ મુજબ, હુમલામાં 20થી વધારે અમેરિકન સૈનિક ઘાયલ થયા હતા. સીરિયા પર આ એર સ્ટ્રાઇક તેમના હુમલાનો જવાબ છે.

રક્ષા સચિવ લોયડ ઓસ્ટિને કહ્યું, રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિર્દેશ પર અમેરિકન સૈન્યએ પૂર્વ સીરિયામાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ અને તેની સાથે જોડાયેલા ઠેકાણાંઓ પર હુમલા કર્યાં છે. ઈરાક અને અમેરિકા સૈનિકો સામે ચાલી રહેલા હુમલાનો આ જવાબ છે.રાષ્ટ્રપતિ માટે અમેરિકન સૈનિકોથી સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા છે.આ કાર્યવાહીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, અમેરિકા આવા હુમલાને સાંખી નહીં લે અને પોતાના સૈનિકોની રક્ષા કરશે.

ઈરાક અને સીરિયામાં અમેરિકાના ઠેકાણાંઓ પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલામાં લગભગ 20 થી વધુ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાંડના પ્રવક્તાએ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch