Fri,03 May 2024,11:54 pm
Print
header

PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ?

રાજસ્થાનઃ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ પક્ષો તરફથી જોરદાર શાબ્દિક હુમલા કરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં એક જનસભા દરમિયાન પીએમ મોદીએ આપેલા નિવેદન બાદ દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસના નેતાઓ મુસ્લિમ આગેવાનોને લઈને પીએમ મોદીના નિવેદન સામે ફરિયાદ કરવા ચૂંટણી પંચમાં પહોંચ્યાં હતા. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

પીએમના નિવેદન પર તાત્કાલિક પગલાં લો

ચૂંટણી પંચને ફરિયાદ કર્યાં બાદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, અમે આભારી છીએ કે ચૂંટણી પંચે અમારી વાત સાંભળી. તેમણે કહ્યું કે અમારી તરફથી 17 ફરિયાદો છે, પરંતુ હું ત્રણ-ચાર વિશે જણાવીશ. પંચે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. પીએમના નિવેદન પર પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. રાજસ્થાનમાં પીએમનું નિવેદન અભદ્ર છે. નિવેદનમાં એક સમદાય અને ધર્મનું નામ લેવામાં આવ્યું છે.

બંધારણની ઓળખ પર હુમલો

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે મોદીએ તેમના નિવેદનમાં મંગલસૂત્રનો ઉલ્લેખ કર્યો છે. તેમને ભારતીય બંધારણની ઓળખ પર પ્રહાર કર્યો છે. બંધારણ કહે છે કે ધર્મનિરપેક્ષતા એ આપણા બંધારણના મૂળભૂત માળખાનો અભિન્ન ભાગ છે. હવે કાર્યવાહી કરવાની જવાબદારી પંચની છે, તે દેશની ગરિમા સાથે જોડાયેલો પ્રશ્ન છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

      iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

શું છે પીએમ મોદીનું નિવેદન ?

વડાપ્રધાન મોદીએ રવિવારે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ લઈ લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે. મોદીએ આ વાત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને ટાંકીને કહી હતી, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતી સમુદાયનો પ્રથમ અધિકાર છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch