Thu,16 May 2024,10:52 am
Print
header

માસૂમ બાળકી લોહીલૂહાણ થઇ ગઇ, વડોદરામાં કૂતરાએ બાળકીનું માથું ફાડી ખાધુ- Gujarat Post

વડોદરાઃ શેરીના કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. વડોદરાના સમતા વિસ્તારમાં એક શેરી કૂતરાંએ ઘરમાં ઘૂસીને માસૂમ બાળકી પર હિંસક હુમલો કર્યો હતો. કૂતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી ચાટી રહ્યું હતું. બાળકીના માતા ઘર ખુલ્લું મૂકી પાણી ભરવા જતા રખડતું કૂતરું ઘૂસી ગયું હતું. માતા આવતા ઘરમાં કૂતરું બાળકના માથે લોહી ચાટતું હતું. ઘરે આવીને બાળકીની માતાએ દ્રશ્ય જોતા હતભ્રત થઈ ગઈ હતી અને કૂતરાને મારીને પુત્રીને બચાવી હતી. બાળકીને હાલ ગંભીર હાલતમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ઘરમાં આવી ગયેલા કૂતરાએ ઘોડિયામાં ઉંઘી રહેલી મારી માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો, પાણી ભરવા ગયેલી મહિલા પાંચ મિનીટમાં પાછી આવી ગઇ હતી પરંતુ ઘરમાં આવીને જોયું તો તેઓ ગભરાઇ ગયા હતા. મહિલાએ હિંમત કરીને કૂતરાને ભગાડવાવી કોશીશ કરી. પરંતું કુતરું ત્યાંથી હટ્યૂં નથી, બાદમાં તેને મારીને ભગાવીને દીકરીને લઇને ઘરમાંથી બહાર નિકળી ગઇ હતી. બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે અને પરિવાર ચિંતિત છે.

વડોદરાના આ વિસ્તારમાં અનેક લોકોને રખડતાં કૂતરા બચકા ભરી ચુક્યાં છે. લોકો બાળકોને સ્કૂલે મુકવા જાય ત્યારે રસ્તો બદલીને જાય છે. તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી થતી નથી, લોકોમાં પણ આક્રોશ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch