Sat,18 May 2024,11:56 pm
Print
header

અમદાવાદના સ્વાતિ બિલ્ડકોન ગ્રુપ પર આઈટીની રેડમાં અંદાજે રૂપિયા 300 કરોડના બેનામી વ્યવહારો મળ્યાં- Gujarat Post

અમદાવાદઃ શહેરમાં ફરીથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટાપાયે સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન ગ્રુપ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. શહેરના 35થી 40 સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે રૂપિયા 300 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં છે. ઉપરાંત 10 જેટલા બેંક લોકર પણ સીલ કરવામાં આવ્યાં છે. તપાસના અંતે હજુ મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

કરોડો રૂપિયાની ટેક્સચોરીનો થયો છે પર્દાફાશ
 
હજુ ટેક્સ ચોરીનો આંકડો વધી શકે છે

ઈનકમ ટેક્સ વિભાગની ટીમે સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આઈટીના આ સુપર ઓપરેશનને કારણે ટેક્સચોરી કરતા બિલ્ડરો, મોટા વેપારીઓ અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાં મોટા માથાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch