Sat,04 May 2024,1:24 am
Print
header

મનીષ સિસોદિયા સાથે ધક્કા-મુક્કી કરનાર પોલીસ અધિકારીએ મારી સાથે પણ ગેરવર્તન કર્યુંઃ અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. આ બધાની વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટો આરોપ લગાવ્યો છે.

તેમને કહ્યું છે કે જે પોલીસ અધિકારીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે ધક્કા-મુક્કી કરી હતી. તેમને મારી સાથે પણ ગેરવર્તન કર્યું છે. અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યું કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આ દાવો કર્યો છે. કેજરીવાલે પોતાની અરજીમાં કોર્ટ પાસે માંગ કરી છે કે તે સંબંધિત અધિકારીને તેમની સુરક્ષાની જવાબદારીમાંથી હટાવી દે.

આ અરજીમાં કેજરીવાલે કહ્યું કે જ્યારે તેમને રિમાન્ડ અરજીની સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવી રહ્યાં હતા, ત્યારે મદદનીશ પોલીસ કમિશનર (ACP) એકે સિંહે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

એ.કે.સિંઘ એ જ પોલીસકર્મી છે જેમના પર ગયા વર્ષે એ જ કોર્ટ પરિષરમાં મનીષ સિસોદિયાની ગરદન પકડવાનો આરોપ હતો, જ્યારે પત્રકારો તેમને પ્રશ્નો પૂછી રહ્યાં હતા ત્યારે આ દ્રશ્યો વીડિયોમાં કેદ થઈ ગયા હતા. બાદમાં મનીષ સિસોદિયાએ આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

દિલ્હી પોલીસે આવી કોઈ ઘટનાને નકારી કાઢી હતી. પોલીસે કહ્યું હતું કે મનીષ સિસોદિયા મીડિયામાં નિવેદન આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. જે ખોટું હતું. તેથી કાયદાની વિરુદ્ધ જઈને મનીષ સિસોદિયાને આવું કરતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch