Fri,03 May 2024,9:42 pm
Print
header

75 વર્ષથી મોટી ઉંમરના લોકોને આયુષ્માન ભારત યોજનામાં આવરી લેવાશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. સંકલ્પ પત્ર લોન્ચ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ વિકસિત ભારતનો મેનિફેસ્ટો છે, આ મેનિફેસ્ટો વિકસિત ભારતના ચાર સ્તંભો પર આધારિત છે, જેમાં યુવાનો, ખેડૂતો, ગરીબો અને મહિલાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મોદીની ગેરંટી છે કે મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. ભાજપે મેનિફેસ્ટોની સચ્ચાઈ પુનઃ સ્થાપિત કરી છે.

આ સંકલ્પ પત્ર વિકસિત ભારતના તમામ 4 મજબૂત સ્તંભોને સશક્ત બનાવે છે- યુવા શક્તિ, મહિલા શક્તિ, ગરીબ અને ખેડૂતો. અમારું ધ્યાન જીવનની ગરિમા, જીવનની ગુણવત્તા અને રોકાણ દ્વારા નોકરીઓ પર છે.મોદીએ કહ્યું કે વૃદ્ધોની સૌથી મોટી ચિંતા એ છે કે તેઓ તેમના રોગોની સારવાર કેવી રીતે મેળવશે. મધ્યમ વર્ગ માટે આ ચિંતા વધુ ગંભીર છે. ભાજપે હવે સંકલ્પ કર્યો છે કે 75 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે હવે અમે કરોડો પરિવારોના વીજળી બિલને શૂન્ય સુધી ઘટાડવા અને વીજળીથી કમાણી કરવાની તકો ઊભી કરવાની દિશામાં કામ કરીશું. અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના લાગુ કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મુદ્રા યોજનાએ કરોડો લોકોને ઉદ્યોગસાહસિક બનાવ્યાં છે.આ સફળતા જોઈને બીજેપીએ બીજો 'રિઝોલ્યુશન' લીધો છે- મુદ્રા યોજના હેઠળ પ્રથમ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી હતી. હવે ભાજપે આ મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે કે તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી 4.0 ના યુગ માટે જરૂરી ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક નવા બળ તરીકે થશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભાજપે નક્કી કર્યું છે કે ટ્રાન્સજેન્ડર સમૂદાય આયુષ્માન ભારત યોજનાના દાયરામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે અમારો મેનિફેસ્ટો યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતના લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે. ભાજપની કામ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાનો આ પુરાવો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch