Sat,04 May 2024,12:43 am
Print
header

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આજથી ભરાશે ઉમેદવારી પત્રક- Gujarat Post

ગુજરાતની 26 સહિત દેશની 94 બેઠકો માટે 7 મેના રોજ મતદાન

નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. ગુજરાતની 26 સહિત 12 રાજ્યોની 94 સીટો માટે યોજાનારા મતદાન અંતર્ગત આજથી ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ થયું છે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે. ત્રીજા તબક્કામાં જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થવાનું છે, તેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા-નગર હવેલી, દમણ અને દીવ, ગોવા અને જમ્મુ કાશ્મીર સામેલ છે.

ગુજરાતમાં ભાજપે તમામ સીટો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપના તમામ નેતાઓને ઉમેદવારી પત્ર ભરવાની તારીખ પણ જણાવી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે હજુ ત્રણથી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાં નથી. ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની 5 બેઠકો માટે પેટા ચૂંટણી પણ થઈ રહી છે.

લોકસભા ચૂંટણી સાત તબક્કામાં કરાઈ રહી છે. પહેલા તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કા માટે 26 એપ્રિલે, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે, સાતમા અને આઠમા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થશે. જ્યારે 4 જૂને ચૂંટણીના પરિણામ જાહેર થશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch