Thu,09 May 2024,5:20 am
Print
header

હોશ ઉડાવી દેશે દુનિયાનો સૌથી ઝડપી ચાર્જ થનારો ફોન, ફક્ત 21 મિનિટમાં બેટરી ફુલ

નવી દિલ્હીઃ સ્માર્ટફોન્સ સાથે જોડાયેલી ટેક્નોલોજી ઝડપથી બદલાઇ રહી છે અને આજકાલ કંપનીઓ પોતાના ફોન સૌથી ફાસ્ટ બનાવવા માંગે છે. હવે ડિવાઇસના ડિસ્પ્લે, કેમેરાથી માંડીને બેટરી સુધી દમદાર હોવું જોઇએ અને પ્રીમિયમ ડિવાઇસિઝમાં ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પણ કંપનીઓ આપી રહી છે. એક પછી એક ફોન પાવરફુલ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની સાથે આવી રહ્યા છે અને સૌથી ઝડપી ચાર્જ થવાનો દાવો કરી રહ્યા છે. હવે શાઓમીનો એક ફોન 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો છે અને યુઝરનું માનીએ તો ફક્ત 21 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. 

શાઓમીનો સૌથી પાવરફુલ ફોન Mi 10 Ultra છે. APACમાં ટેક એગ્ઝિક્યુટિવ ડોનોવેન સંગે એક ટ્વિટ કરીને આ ફોનના ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની ડિટેલ્સ શેર કરી છે. સેંગે તેની ટ્વિટમાં શાઓમીના ફ્લેગશિપ ડિવાઇસ Mi 10 Ultraનો વીડિયો શેર કરીને કહ્યું છે કે કદાચ દુનિયાનો સૌથી ઝડપી ચાર્જ થતો ફોન છે. તેમણે ટ્વિટમાં લખ્યું, મારો Mi 10 Ultra જબરજસ્ત છે. કદાચ આ મારો ઉપયોગમાં આવનારો સૌથી ઝડપી ચાર્જ થનારો ફોન છે. 

પાવરફુલ ફાસ્ટ ચાર્જિંગ ટેક

સંગનો દાવો છે કે  Mi 10 Ultra માત્ર 21 મિનિટમાં  0 થી 100 ટકા ચાર્જ થઇ જાય છે. તેમણે લખ્યું કે ફોનમાં ગ્રેફિન ઇનહેંસ્ડ  Li-ion 4500mAh (બે 2250mAhની) બેટરી આપવામાં આવી છે અને આ સાથે 120W ચાર્જર પણ મળે છે. આ ફોન 50 વૉટનું વાયરલેસ ચાર્જિંગ અને 10 વૉટનું રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોન 5 મિનિટમાં 41 ટકા ચાર્જ થઇ જાય છે. 

કેમેરા દમદાર

ફાસ્ટ ચાર્જિંગની સાથે  Mi 10 Ultraનો કેમેરા પણ જબરજસ્ત છે અને 120x અલ્ટ્રા ઝૂમને સપોર્ટ કરે છે. ફોનના ક્વોડ કેમેરા સેટઅપમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે 20 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ શૂટર, 12 મેગાપિક્સલનો પોટ્રેટ સેન્સર અને 120x અલ્ટ્રા ઝૂમવાળો ટેલિફોટો શૂટર મળે છે. ફોનની 6.67 ઇંચ ફુલ એચડી+ ડિસ્પ્લે 120Hzનો રિફ્રેશ રેટ અને 240Hzનો ટચ સેંપલિંગ રેટની સાથે આવે છે. આ ડિવાઇસ ઓગસ્ટ મહિનામાં ચાઇનીઝ માર્કેટમાં લોન્ચ કરવામા આવ્યો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar