Thu,09 May 2024,3:38 am
Print
header

આવી રહી છે નવી મારૂતિ સુઝુકી ઑલ્ટો, પહેલાથી વધુ લાંબી અને દમદાર

નવી દિલ્હીઃ Maruti Suzuki તેના મૉડલ્સને નવા અવતારમાં લાવવાની તૈયારી કરી રહી છે. છેલ્લા ઘણાં સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે કંપની ઑલ્ટો, વેગનઆર અને વિટારા બ્રેઝાને નવા અવતારમાં રજૂ કરવાની છે. નવી ઑલ્ટો ડિસેમ્બર 2020માં લોન્ચ થશે. જ્યારે ભારતમાં તે આવતા વર્ષે લોન્ચ થઇ શકે છે. ઑલ્ટો ભારતની સૌથી વધુ વેચાતી કારો પૈકીની એક છે. 

હાલના મૉડલની તુલનામાં નવી ઑલ્ટો વધુ લાંબી હોઇ શકે છે. આ ઉપરાંત, કારમાં નવી વીલ્જ, અપડેટેડ બંપર અને રિવાઇઝ્ડ લેમ્પ પણ આપવામાં આવી શકે છે. કારની નવી ડિઝાઇનથી આપને નવી સેફ રાઇડ અને વધુ સારુ હેડલિંગ મળે છે. 

નવી ઑલ્ટોમાં  796cc એન્જિન આપવામાં આવી શકે છે. આ કાર મેન્યુઅલ અને  AMT ગિયરબૉક્સની સાથે આવશે. આ મોટર 48bhpની પીક પાવર અને 69Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ હેચબેક CNG કિટની સાથે પણ આવશે. CNG મૉડલ 31.59Km/kg અને પેટ્રોલ મૉડલ 22.05kmplની માઇલેજ આપે છે. ઑલ્ટો જાપાનમાં કંપનીની સૌથી જુની કારો પૈકીની એક છે. જાપાનમાં આ કાર 1979માં લોન્ચ થઇ હતી. કંપની આ મૉડલને અત્યાર સુધી 7 જનરેશનમાં અપડેટ કરી ચુકી છે. 

સુઝુકી વિટારાનું 5th જનરેશન મૉડલ જાન્યુઆરી 2021માં લોન્ચ થઇ શકે છે. આ કારમાં નવું હાઇબ્રિડ પાવર ટ્રેન, 1.4 લીટર ટર્બોચાર્ઝડ પેટ્રોલ એન્જિન અને 48V માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવશે. આ કારમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ યૂનિટ્સ પણ આપવામાં આવી શકે છે. હાલના સમયમાં આ કાર તેના 6th જનરેશન મોડલમાં છે. નેકસ્ટ જનરેશન વેગનઆર ભારતમાં ડિસેમ્બર 2021માં લૉન્ચ થઇ શકે છે. કંપની આવતા વર્ષના અંત સુધી આ કારનું નેકસ્ટ જનરેશન મૉડલ રજૂ કરી શકે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar