Thu,09 May 2024,5:11 am
Print
header

ઇસરોની વધુ એક સિદ્ધી, દેશના સૌથી શક્તિશાળી કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30નું સફળ લોન્ચિંગ

ઇસરોએ આજે દેશના સૌથી શક્તિશાળી કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30નું સફળતા પૂર્વક પરીક્ષણ કરીને વધુ એક સિદ્ધી મેળવી છે, નવા વર્ષમાં 2020ની શરૂઆતમાં જ ઇસરોને મોટી સફળતા મળી છે, શુક્રવાર રાત્રે 2.35 વાગ્યે ફ્રેન્ચ ગુઆનાના કૌરુમાં આવેલા સ્પેસ સેન્ટર પરથી આ સેટેલાઇટ એરિયન-5 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો હતો, અંદાજે 38 મીનિટ પછી તે કક્ષામાં સ્થાપિત થઇ ગયો હતો. 

GSAT-30નું વજન 3357 કિલો છે અને તે આગામી 15 વર્ષ સુધી કામ કરશે, આ સેટેલાઇટથી ઇન્ટરનેટની સ્પીડ વધશે, 5જી નેટવર્કને લઇને સરળતા રહેશે, જે વિસ્તારોમાં નેટવર્ક આવતું ન હતુ, ત્યા નેટવર્ક ઉપલબ્ધ થશે, DTH સેવાઓમાં આધુનિકતા આવશે, આ સેટેલાઇટમાં બે સોલર પેનલ અને બેટરી લાગેલી છે, જેનાંથી તેને પાવર મળશે અને તે કામ કરતો રહેશે, એક રીતે કોમ્યુનિકેશનમાં નવી આધુનિકતા આવશે, જેનાથી અનેક કામ ઝડપી બનશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch