Fri,17 May 2024,1:24 pm
Print
header

હવે લાશોના ઢગ થઇ રહ્યાં છે....ગાઝા પટ્ટીમાં લોકો બાળકોને પહેરાવી રહ્યાં છે ખાસ બ્રેસલેટ- Gujarat Post

ગાઝાઃ ઇઝરાયેલ-ગાઝા યુદ્ધની ભયાનકતા એટલી છે કે માનવ જીવનની કોઈ કિંમત રહી નથી,અનેક લોકોનાં મોત થઇ રહ્યાં છે. ગાઝા અને ઇઝરાયેલના અત્યાર સુધીમાં હજારો લોકોનાં મોત થઇ ગયા છે. ગાઝા પટ્ટીમાં લોકોને ઓળખ વિના સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યાં છે. પેલેસ્ટિનિયનના એક નાગરિકે કહ્યું કે મૃતદેહોને નામના બદલે નંબર આપીને દફનાવવામાં આવી રહ્યાં છે. હવે ગાઝા પટ્ટીના કેટલાક પરિવારોએ તેમના બાળકો, સંબંધીઓને ખાસ રંગોના બ્રેસલેટ પહેરાવવાનું શરૂ કર્યું છે.જેથી કરીને ઈઝરાયેલના હુમલામાં જો તેમનું મોત થાય તો બ્રેસલેટથી લાશની ઓળખ થઈ શકે તે માટે તેઓ આમ કરી રહ્યાં છે.

7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયા હતા અને અનેક લોકોની હત્યા કરી હતી.આ બર્બર હુમલાના જવાબમાં ઇઝરાયેલે હમાસ સામે યુદ્ધ શરૂ કર્યું હતુ અને ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કર્યો હતો. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 6500 લોકોનાં મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે.

ગાઝા પટ્ટીમાં રહેતા અલી અલ-દબા કહે છે કે તેણે બોમ્બ ધડાકામાં લોકોના વિકૃત મૃતદેહો જોયા છે, જેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તેમણે તેના પરિવારને અલગ રાખવાનો નિર્ણય કર્યો છે જેથી તેનો આખો પરિવાર એક હુમલામાં નષ્ટ ન થઈ જાય. અલીએ જણાવ્યું કે તે તેમની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓ સાથે ગાઝા પટ્ટીના ઉત્તરીય વિસ્તારમાં રહે છે. અલી પોતે પોતાના ત્રણ બાળકો સાથે અન્ય વિસ્તારોમાં રહે છે. આમ અનેક પરિવારો અહીં વિખૂટા પડી રહ્યાં છે.

અલીએ કહ્યું કે તે ખરાબ સમય માટે પોતાને તૈયાર કરી રહ્યો છે અને તેના પરિવારના તમામ સભ્યોને બંને હાથ પર વાદળી બ્રેસલેટ પહેરાવી દીધા છે. આનું કારણ જણાવતા અલીએ કહ્યું કે 'જો તેમના પરિવારનો કોઇ સભ્ય હુમલામાં મોતને ભેટે છે તો આ બ્રેસલેટની મદદથી તેમના મૃતદેહોની ઓળખ કરી શકાશે. જે જોઈ હવે ઘણા અન્ય પેલેસ્ટિનિયન પરિવારો પણ આ જ કરી રહ્યાં છે અને તેમના બાળકોને અને અન્ય સંબંધીઓને બ્રેસલેટ પહેરાવી રહ્યાં છે. ગાઝા પટ્ટીમાં મૃતદેહોના લોહીના સેમ્પલ અને તસવીરો લેવામાં આવી રહી છે અને તેને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch