Fri,17 May 2024,12:47 pm
Print
header

યુદ્ધના 30 દિવસમાં તબાહી જ તબાહી... ઇઝરાયેલ-ગાઝા યુદ્ધમાં વધી રહ્યો છે મોતનો આંકડો- Gujarat Post

(Photo: AFP)

તેલ અવીવ: ઈઝરાયેલ-ગાઝા વચ્ચે શરૂ થયેલા યુદ્ધને 30 દિવસ થયા છે. આ દરમિયાન 10 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. ગાઝાનું નામો નિશાન મિટાવવા ઈઝરાયેલ દિવસેને દિવસે આક્રમક થઈ રહ્યું છે. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં જમીની હુમલો શરૂ કર્યો છે. જો કે એવું નથી કે ઈઝરાયેલની સેના ઝડપથી હમાસને ખતમ કરી દેશે અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી લડાઈનો અંત આવશે. હમાસ સાથે સંકળાયેલા બે સૂત્રોએ દાવો કર્યો છે કે હમાસ પાસે ઇઝરાયેલને લાંબા સમય સુધી રોકી રાખવાની પૂરતી શક્તિ છે અને આ દરમિયાન આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ઇઝરાયેલને યુદ્ધવિરામ માટે સંમત થવાની ફરજ પડશે. હમાસને એમ પણ લાગે છે કે યુદ્ધવિરામની શરતો અને ઇઝરાયેલી બંધકોની મુક્તિના બદલામાં તે ઘણા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરી શકે છે.

હમાસ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે હમાસના લોકોએ હથિયારો, મિસાઈલ, ખાદ્યપદાર્થો અને દવાઓનો જંગી સ્ટોક જમા કર્યો છે. હમાસ પાસે લગભગ 40 હજાર લડવૈયાઓ છે અને ગાઝા પટ્ટીમાં ફેલાયેલા સુરંગોના નેટવર્કની મદદથી પેલેસ્ટાઈન સંગઠનને લાગે છે કે તે ઈઝરાયેલને મહિનાઓ સુધી આ યુદ્ધમાં હંફાવી શકે છે. હમાસ ગીચ વસ્તીવાળા ગાઝા પટ્ટી વિસ્તારમાં ઈઝરાયેલી સેના સામે ગેરિલા યુદ્ધ લડવાની યોજના ધરાવે છે. જેથી ઈઝરાયેલની સેનાને હરાવી શકાય. કતારની મધ્યસ્થી દ્વારા હમાસે આડકતરી રીતે અમેરિકા અને ઈઝરાયેલને સંદેશો પણ આપ્યો છે કે તે ઈઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને ઈઝરાયેલના બંધકોની મુક્તિના બદલામાં મુક્ત કરવા ઈચ્છે છે.

બીજી તરફ આ યુદ્ધને કારણે મોતનો આંકડો વધી રહ્યો છે, બાળકોથી માંડીને મોટા લોકો આ યુદ્ધમાં મોતને ભેટી રહ્યાં છે અને દુનિયા આખી આ તમાશો જોઇ રહી છે. અનેક મુસ્લિમ દેશોએ આ યુદ્ધ રોકવા અપીલ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch