Fri,17 May 2024,5:09 pm
Print
header

ગાઝામાં છુપાયેલા આતંકીઓનો સફાયો કરવા ઇઝરાયેલની નવી તરકીબ, દરિયાના પાણીથી હમાસની સુરંગોમાં ભરી રહ્યાં છે પાણી

તેલ અવીવઃ ઇઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યાં એક તરફ પેલેસ્ટાઈન સંઘર્ષને રોકવા માટે સમર્થન માંગી રહ્યું છે, બીજી તરફ ઈઝરાયેલની જવાબી કાર્યવાહી વધુ કડક બની રહી છે. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો સંકલ્પ લીધો છે અને આ માટે નવા પગલાં લઈ રહ્યાં છે. હવે ઈઝરાયેલના સંરક્ષણ દળોએ સુરંગોમાં છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા અને તેમનો સફાયો કરવા માટે દરિયાના પાણીની મદદ લીધી છે.

એક અહેવાલમાં અમેરિકી અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલી સેના ગાઝામાં હમાસની સુરંગોને દરિયાના પાણીથી ભરી રહી છે. આ ટનલોને નષ્ટ કરવામાં મદદ કરશે.  ઇઝરાયેલને ખબર છે કે હમાસના આતંકીઓ બચવા માટે ટનલનો ઉપયોગ કરી રહ્યાં છે. દરિયાના પાણીની મદદથી ટનલને નષ્ટ કરવાની પ્રક્રિયામાં અઠવાડિયા લાગી શકે છે.

બાઇડેન પ્રશાસનના કેટલાક અધિકારીઓએ આ પગલા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ઈઝરાયેલના આ પગલાથી ગાઝાના તાજા પાણીનો પુરવઠો જોખમમાં આવી શકે છે. જો કે ઈઝરાયેલની સેનાએ આ અહેવાલ પર કોઈ ટિપ્પણી કરી નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch