Fri,25 October 2024,8:56 pm
Print
header

Un માં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું, Pok ખાલી કરવા મામલે આપ્યો સણસણતો જવાબ- Gujarat Post

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા સામે જવાબી કાર્યવાહી કરી છે. કાકરે શુક્રવારે પોતાના ભાષણમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં સૌથી લાંબા સમયથી રહેલો મુદ્દો છે.તેમણે કાશ્મીરને બંને દેશો વચ્ચે શાંતિની ચાવી ગણાવી હતી.હવે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ પંતુલ ગેહલોતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનને ઘેરીની તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે કબ્જે કરેલા પીઓકેને ખાલી કરો, પાકિસ્તાનને 26-11 હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

યુએન જનરલ એસેમ્બલીમાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે કહ્યું, "પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટો પ્રચાર ફેલાવવા આ ફોરમનો દુરુપયોગ કરે છે. યુએનના સભ્ય દેશો અને અન્ય સંસ્થાઓ સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આ બધું કરે છે. અમે ફરી એકવાર કહીએ છીએ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો ભાગ ભારતનો અભિન્ન ભાગ છે. તેમાં સામેલ તમામ મુદ્દાઓ ભારતની આંતરિક છે. ભારતના ઘરેલું મુદ્દાઓ પર વાત કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી.

પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે વિશ્વમાં સૌથી ખરાબ માનવાધિકાર રેકોર્ડ ધરાવનાર દેશ તરીકે, ખાસ કરીને મહિલાઓ અને લઘુમતીઓના અધિકારોના સંદર્ભમાં ખરાબ દેશ પાકિસ્તાન છે.પાકિસ્તાને વિશ્વની સૌથી મોટી લોકશાહી પર આંગળી ઉઠાવતા પહેલા પોતાની વાત કરે, પાકિસ્તાનમાં લઘુમતીઓ સામેની હિંસાનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ ઓગસ્ટ 2023માં ફૈસલાબાદ જિલ્લાના જરાનવાલામાં ખ્રિસ્તી સમુદાય સામેની ક્રૂરતામાં જોવા મળ્યું હતુ, જ્યાં ખ્રિસ્તીઓના 89 ઘરો અને 19 ચર્ચ સળગાવી દેવામાં આવ્યાં હતા. એટલું જ નહીં પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની મહિલાઓ ખાસ કરીને હિંદુ, શીખ અને ખ્રિસ્તીઓની હાલત ખૂબ જ ખરાબ છે.તાજેતરમાં પાકિસ્તાનના પોતાના માનવ અધિકાર પંચે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, જે મુજબ દેશમાં દર વર્ષે લઘુમતી સમુદાયની અંદાજિત 1,000 મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે, બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે અને લગ્ન કરવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch