Fri,17 May 2024,5:09 pm
Print
header

અમેરિકામાં ભારતીય શખ્સે મેડિકેરમાં કરી રૂ.95 કરોડની છેતરપિંડી, માર્ચ 2024માં કોર્ટ સંભળાવાશે સજા- Gujarat Post

(Demo pic)

વોશિંગ્ટનઃ ભારતીય નાગરિક ચિંતન અંજારિયાને યુએસ હેલ્થ સેક્ટરને US$11.5 મિલિયન (અંદાજે રૂ. 95.75 કરોડ)ની છેતરપિંડી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. અમેરિકાના એટર્ની વિકાસ ખન્નાએ આ માહિતી આપી. અંજારિયા ભારતમાં માર્કેટિંગ કંપનીના માલિક છે. અંજારિયાએ 31 ઓક્ટોબરના રોજ નેવાર્કની ફેડરલ કોર્ટમાં હાજર થતાં પહેલાં ગુનો કબૂલ્યો હતું. કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશે તેને દોષિત ઠેરવીને તેના પર ફેડરલ એન્ટી-કિકબેક કાયદાનું ઉલ્લંઘન કરવા અને મેડિકેર સેકટરમાં છેતરપિંડી કરવાના કાવતરાનો આરોપ મૂક્યો હતો. ચિંતન અંજારિયાને આવતા વર્ષે 12 માર્ચે સજા સંભળાવવામાં આવી શકે છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર મે 2022 સુધી, અંજારિયાએ ઓર્થોટિક બ્રેસ સપ્લાય કંપનીઓ, ટેલિમેડિસિન કંપનીઓ અને લેબ ટેસ્ટની કંપનીઓને લાંચ આપી હતી. આ માટે મેડિકેરના બનાવટી દાવાઓ સબમિટ કરવામાં આવ્યાં હતા. અંજારિયાએ ભારતમાં તેની માર્કેટિંગ કંપની દ્વારા ઓર્થોટિક બ્રેસ અને કેન્સર જિનેટિક ટેસ્ટિંગ માટે મેડિકેર લાભાર્થીઓને ઓળખ્યાં હતા.કંપનીના કર્મચારીઓએ લાભાર્થીઓને બોલાવ્યાં હતા અને તબીબી જરૂરિયાત વિના ઓર્થોટિક બ્રેસ અથવા CGX લેવા માટે દબાણ કર્યું હતુ. અંજારિયાની કંપનીએ ઓર્થોટિક કૌંસ અને CGX પરીક્ષણો માટે ડૉક્ટરની સલાહ માટે ટેલિમેડિસિન કંપનીઓને કિકબેક ચૂકવ્યું હતું.

ત્યાર બાદ અંજારિયાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઓર્થોટિક બ્રેસ સપ્લાયર્સ અને લેબ ટેસ્ટમાં ડૉક્ટરની ભલામણો પાસ કરી હતી.  કંપનીએ અનેક લોકોને લાંચ આપી હતી. ત્યારબાદ ઓર્થોટિક બ્રેસ સપ્લાયર્સ અને લેબોરેટરીઓએ મેડિકેરને તેમના દાવા સબમિટ કર્યાં હતા, અંજારિયાએ કાવતરાખોરો સાથે મળીને મેડિકેરને US$11.5 મિલિયનથી વધુની છેતરપિંડી કરી હોવાનું નિવેદનમાં જણાવાયું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch