મતદાન ગણતરી મથકોએ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અમદાવાદઃમતગણતરી કેન્દ્રો (Vote counting Center) પર કોરોનાની તમામ ગાઇડલાઇનનું અમલીકરણ કરાવવા માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની ચૂંટણીની મતગણતરી આવતીકાલે તારીખ 23 મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરમાં આવેલી એલ.ડી.એન્જીનીયરીંગ કૉલેજ( LD Collage) અને ગુજરાત કૉલેજ (Gujarat collage) ખાતે હાથ ધરવામાં આવશે. આ મતગણતરી ચૂંટણીપંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા કોરોના દિશા નિર્દેશોના સંપૂર્ણપણે પાલન સાથે કરાશે. અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર (collector) સંદિપ સાગલેએ આ માહિતી આપી છે.
અમદાવાદ શહેરમાં 48 વોર્ડ માટે ચૂંટણી યોજાઇ હતી. જે મુજબ મતગણતરીમાં તૈયાર કરવામાં આવેલ બે કેન્દ્રો પૈકી ગુજરાત કોલેજમાં દાણીલીમડા, મણીનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર, ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર, જોધપુર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, એસ.પી.સ્ટેડીયમ, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, નિકોલ, વિરાટનગર અને ઓઢવ વોર્ડમાં થયેલા મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે.
એલ.ડી.એન્જીનીયરીંગ કેન્દ્રમાં સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, સરસપુર-રખીયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ, હાથીજણ, બહેરામપુરા, લાંભા, વટવા, સૈજપુરબોઘા, ઇન્ડીયા કોલોની, ઠક્કરબાપાનગર, થલતેજ, બોડકદેવ, પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર વોર્ડમાં થયેલા મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી માટે બંને કેન્દ્રોમાં સાફ-સફાઇ, સેનિટાઇઝીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે તેનું સક્રમણ ન થાય તે માટે ખાસ તૈયારીઓ કરાઇ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ
2021-02-25 09:43:24
આપનો ભવ્ય વિજય, ભાજપનું ઘમંડ ચૂરચૂર થયું છંતા રૂપાણી કહે છે હવે આપને એક પણ બેઠક નહીં મળે !
2021-02-25 09:00:46
છ મહાનગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત ?
2021-02-25 09:00:29
આમ આદમી પાર્ટીનું ગાંધીનગર કાર્યાલય ફાયર એનઓસીના અભાવે સીલ કરવામાં આવ્યું
2021-02-24 18:52:16
AAPનું મિશન ગુજરાત, સુરતમાં ભવ્ય વિજય પછી આગામી ચૂંટણી પર નજર
2021-02-24 17:49:45