Fri,20 September 2024,1:47 pm
Print
header

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, પ્રભારી મુકુલ વાસનીકે 26 લોકસભા બેઠકોની જવાબદારી 3 નેતાઓને સોંપી- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે.હાલ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકલ વાસનીક ગુજરાત પ્રવાસે આવ્યાં છે.તેમણે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોની જવાબાદારી AICC મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને સોંપી છે.

રામકિશન ઓઝાને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ (એસસી), ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાની જવાબદારી સોંપવામાં આવી છે.બી.એમ.સંદીપને ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ (એસ.સી.)ની તથા ઉષા નાયડુને પણ પંચમહાલ, દાહોદ (એસ.ટી), વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી (એસ.ટી), નવસારી, સુરત, વલસાડ (એસ.ટી.)ની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉપરાંત યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં દરેક જિલ્લામાં મોહબ્બત કી દુકાન બેનર હેઠળ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુથ કોંગ્રેસ 'ભારત જોડો' યાત્રાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ફોટો પ્રદર્શન અને 'સ્પીક ઉપ ફોર ભારત જોડો' કાર્યક્રમ અને વિવિધ સ્તર પર યુવા કોંગ્રેસ રમત ગમત અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch