Sat,18 May 2024,2:13 pm
Print
header

ગોવામાં CEO માતાએ 4 વર્ષના બાળકની આવી રીતે કરી હતી હત્યા, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો- Gujarat Post

પણજીઃ ગોવામાં એક માતાએ ક્રૂરતાની તમામ હદો વટાવીને 4 વર્ષના પોતાના જ બાળકની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. મામલો સામે આવ્યાં બાદ હત્યારી માતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસે મંગળવારે દાવો કર્યો હતો કે બાળકની હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોસ્ટમોર્ટમ કરાવનાર ડો. કુમાર નાઈકે ખુલાસો કર્યો હતો કે બાળકની હત્યા 36 કલાક પહેલા કરવામાં આવી હતી. બાળકનું ગળું દબાવવાથી મોત થયું હતું. ધ માઇન્ડફુલ એઆઈ લેબના સીઈઓ સુચના સેઠની સોમવારે રાત્રે કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ગોવાના સર્વિસ એપાર્ટમેન્ટમાં પુત્રની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે સુચના સેઠના પુર્વ પતિ વેંકટ રમણ   જકાર્તાથી તેમના બાળકની હત્યા વિશે જાણ્યા પછી ભારત પરત ફર્યાં હતા.

ડો.કુમાર નાઈકે કહ્યું કે એવું લાગતું નથી કે બાળકનું હાથ વડે ગળું દબાવવામાં આવ્યું હતું, મૃતદેહ જોઈને લાગે છે કે આ ઘટના તકિયા કે અન્ય કોઈ સામગ્રીના ઉપયોગથી કરવામાં આવી છે. નાઈકે કહ્યું કે બાળકના શરીર પર લોહીના ડાઘ કે કોઈ પણ પ્રકારના નિશાન નથી. જો કે, નાઈકે કહ્યું કે તેઓ ચોક્કસ સમય કહી શકતા નથી પરંતુ તેના મોતનેે 36 કલાક થઈ ગયા છે.

સુચના સેઠ ધ માઇન્ડફુલ એઆઈ લેબના સીઈઓ છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ અનુસાર, આરોપી મહિલા એઆઈ એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. રિસર્ચ ડેટા એનાલિસ્ટમાં 12 વર્ષથી વધુનો અનુભવ છે. AI એથિક્સની 100 સૌથી તેજસ્વી મહિલાઓની યાદીમાં તે સામેલ છે. તે ડેટા એન્ડ સોસાયટીમાં મોઝિલા ફેલો, હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેઈન સેન્ટરમાં ફેલો અને રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ફેલો રહી ચૂકી છે. પરંતુ આ ક્રુર માતાના કૃત્યએ આજે સમાજ વખોડી રહ્યો છે, પોતાના જ સંતાનની હોટલમાં હત્યા કરીને તેની લાશ બેગમાં છુપાવીને ટેક્સીમાં લઇ ગયા બાદ આરોપી માતાને પોલીસે ઝડપી લીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch