Sat,18 May 2024,12:15 pm
Print
header

સાંસદ ગૌતમ ગંભીર રાજનીતિ છોડવાના મૂડમાં, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને કરી આ વિનંતી- Gujarat Post

(file photo)

ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા સીટથી બીજેપના સાંસદ છે

2019 લોકસભા ચૂંટણીમાં જીતીને સંસદમાં પહોંચ્યાં હતા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે એક મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. ગૌતમ ગંભીરે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તે આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તે ક્રિકેટને કારણે પોતાની રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે. તેમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

ગૌતમ ગંભીરે શનિવારે સવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર લખ્યું, 'મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાજીને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિંદ!'

ગૌતમ ગંભીર વર્ષ 2011માં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યાં છે. એટલું જ નહીં તેમણે 2011ના વર્લ્ડકપમાં પોતાની બેટિંગ પણ મોટી નામના મેળવી હતી, અનેક મેચોમાં તેમનું પ્રદર્શન શાનદાન રહ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch