Sun,19 May 2024,6:08 am
Print
header

Fact Check: ખેડૂત આંદોલન દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીમાંથી દારૂની બોટલો મળી હોવાનો દાવો, જાણો- આ છે હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: છેલ્લા થોડા દિવસોથી ખેડૂતો પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન કેટલાક લોકોએ વીડિયો શેર કરીને કહ્યું કે પ્રદર્શનકર્તા ખેડૂતો પાસેથી દારૂની બોટલો મળી છે. વીડિયોમાં એક પત્રકાર દારૂની બોટલો બતાવી રહ્યાં છે અને ખેડૂતોને દેશ વિરોધી પણ ગણાવી રહ્યાં છે.

વીડિયો શેર કરતાં ફેસબુક યુઝરે લખ્યું, પત્રકાર ભાઈ શું આંદોલનકારીઓ દારૂ ન પીવે. તેમની પોલ ખોલવી તમને ભારે પડી શકે છે. એએનઆઈની જેમ તમારા પર પણ હુમલો થઈ શકે છે. શું તમને લાગે છે કે આ ખેડૂતો છે. તાજેતરમાં ખેડૂત પ્રદર્શન દરમિયાન ન્યૂઝ એજન્સી એએનઆઈના કેમેરામેન સાથે મારપીટ થઈ હતી.

Gujarat Post Fact Check News: પરંતુ ગુજરાત પોસ્ટ ન્યૂઝના ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે, વાયરલ વીડિયો ત્રણ વર્ષ જૂનો છે. તેનો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી.  2021માં થયેલા ખેડૂત આંદોલનનો એક જૂનો વીડિયો દિલ્લી ચલો આંદોલનનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જૂનો છે અને હાલમાં લોકોને તેની શેર કરી રહ્યાં છે, ત્યારે તમારે પણ આવા વીડિયો શેર કરવા જોઇએ નહીં.

Watch

Watch