Sat,04 May 2024,4:11 am
Print
header

કોંગ્રેસ ખેડૂતોની લોન માફ કરીને બતાવશે, રાજસ્થાનમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

જયપુર: નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ તેની ક્યાંય કોઈ ચર્ચા થઈ રહી નથી. સરહદી શહેર અનુપગઢમાં કોંગ્રેસની ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ સામાન્ય ચૂંટણી દેશના બંધારણ અને લોકશાહીને બચાવવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી 90 ટકા લોકોની ચૂંટણી છે. પછાત લોકોની, દલિતોની, આદિવાસીઓની, ગરીબ સામાન્ય જાતિના લોકોની છે.

ભાજપે ભારતના મોટા ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લીધા છે

બિકાનેરથી કોંગ્રેસના ઉમેદવારો ગોવિંદ રામ મેઘવાલ અને ગંગાનગરથી કુલદીપ ઈન્દોરાના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યાં છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ભાજપે ચૂંટણી બોન્ડ દ્વારા દબાણ કરીને અને લોબિંગ કરીને ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા પડાવ્યાં છે. આ ચૂંટણી દેશના ગરીબો અને 22-25 અબજોપતિઓ વચ્ચેની ચૂંટણી છે. ભાજપની કેન્દ્ર સરકાર પર કેટલાક મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ ગરીબો, પછાત વર્ગો, દલિતો, આદિવાસીઓને એટલી રકમ આપશે જેટલી ભાજપે અબજોપતિઓને આપી છે અને અમે ફરીથી ખેડૂતોના દેવા માફ કરીશું.

દેશની બે સૌથી મોટી સમસ્યા બેરોજગારી અને મોંઘવારી

રાહુલ ગાંધીએ કહ્યું કે, જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. તેમણે 20-25 લોકોને જેટલા પૈસા આપ્યાં, એટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું. દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ મીડિયામાં તેની ચર્ચા થતી નથી. ખેડૂતો એમએસપીની માંગ કરી રહ્યાં છે, યુવાનો રોજગારની માંગ કરી રહ્યાં છે, મહિલાઓ મોંઘવારી સામે રક્ષણ મેળવવા આજીજી કરી રહી છે પરંતુ કોઈ સુનાવણી થઈ રહી નથી. 

ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ખેડૂતો ટેક્સ ભરી રહ્યાં છે

રાહુલે કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર દેશના ખેડૂતો ટેક્સ ચૂકવી રહ્યાં છે. જો કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે તો જાહેર ક્ષેત્ર અને સરકારની માલિકીની કંપનીઓ (પીએસયુ)માં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવાનું વચન છે. PSUs અને સરકારમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અંત લાવવા આવશે. હવે ભારતમાં જો કોઈ વ્યક્તિ સરકારમાં કામ કરશે તો તે કોન્ટ્રાક્ટ પર નહીં કરે, તેને કાયમી નોકરી, કાયમી જગ્યા આપવામાં આવશે. તેને પેન્શન આપવામાં આવશે. તેને અને તેના પરિવારની સુરક્ષા કરવામાં આવશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch