Fri,03 May 2024,11:21 am
Print
header

બંસીધર ટોબેકોના માલિકે મહેસાણામાં તમાકુની કમાણીથી ફેક્ટરી-બંગલો બનાવ્યો, ITનાં દરોડામાં 18 મિલકતોના દસ્તાવેજો મળ્યાં

મહેસાણાઃ આવકવેરા વિભાગે 29 ફેબ્રુઆરીએ કાનપુરમાં બંસીધર ટોબેકો કંપનીની હેડ ઓફિસ પર દરોડા પાડ્યાં હતા. સાથે દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત તમાકુ કંપનીના 20 જેટલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા.મહેસાણા જિલ્લાના ઊંઝાની બાજુમાં આવેલા મકસૂદપુર ગામમાં તમાકુના વેપારી કે.કે.મિશ્રાની તમાકુની ફેક્ટરી પર પણ દરોડો પાડવામાં આવ્યાં હતા.

આવકવેરાની ટીમે બે દિવસ સુધી દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આવકવેરા વિભાગની ટીમે તમાકુના વેપારી કે.કે મિશ્રા ઉર્ફે મુન્ના મિશ્રાની કંપનીઓની તપાસ કરી હતી, જેમણે કાનપુરથી દિલ્હી અને ગુજરાતમાં પોતાનો વ્યવસાય ખસેડ્યો હતો. આવકવેરા ટીમે અત્યાર સુધીમાં રૂ. 150 કરોડથી વધુની કરચોરી શોધી કાઢી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

અલગ-અલગ જગ્યાએ 18 મિલકતો ખરીદી

તમાકુના વેપારી કે.કે.મિશ્રાની કંપનીઓમાંથી અલગ-અલગ જગ્યાએ ખરીદેલી 18 મિલકતોના દસ્તાવેજો મળી આવ્યાં છે. જેમાં ઊંઝા તાલુકાના મકસૂદપુર ગામમાં એક ફેક્ટરી મળી આવી છે. આવકવેરા વિભાગે બંશીધર નામથી ચાલતી તમાકુની ફેક્ટરીની તપાસ કરી હતી.

આ સમયગાળા દરમિયાન ફેક્ટરીમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. અહીં દરોડા પાડવા આવેલા અધિકારીઓ જ નહીં, ત્યાં કામ કરતા કામદારોએ પણ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.આવકવેરા વિભાગે બંસીધર ફેક્ટરીમાં કામ કરતા કામદારોને પણ બહાર જવા પર રોક લગાવી દીધી હતી.અહીંથી તેમને અનેક પુરાવા પણ મળ્યાં છે.

કાળા નાણાંથી અહીં ફેક્ટરી બનાવી

આવકવેરા વિભાગના આ દરોડા બાદ હવે ફેક્ટરી બંધ કરી દેવામાં આવી છે. અહીં કામ કરતા કામદારો ઘરે પરત ફરી રહ્યાં છે. આ ફેક્ટરી ઘણી મોટી છે. કે.કે મિશ્રાનો વૈભવી સ્વિમિંગ પૂલ ધરાવતો બંગલો ફેક્ટરીની જગ્યાની બાજુમાં જ બનાવવામાં આવ્યો છે. આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે અહીં ફેક્ટરી અને બંગલો બનાવવા માટે બે નંબરની આવકનું રોકાણ કરવામાં આવ્યું છે.

બંસીધર ગ્રુપ સામે કાર્યવાહી કરવામાં આવી

બંસીધર ટોબેકો લિમિટેડ કંપનીએ કોઈપણ કાગળ વગર મોટા પાન મસાલા ગ્રુપને માલ વેચ્યો છે. કંપની પર આવકવેરા વિભાગ સમક્ષ તેનું ટર્નઓવર માત્ર 25 કરોડ રૂપિયા દર્શાવવાનો આરોપ છે,પરંતુ વાસ્તવિક ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી વધુ છે. આવકવેરા વિભાગ પણ આ મામલે અન્ય કંપનીઓ પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

નોંધનિય છે કે આ ગ્રુપ પરથી દરોડા દરમિયાન કરોડો રૂપિયાની લક્ઝુરિયર્સ ગાડીઓ, સોનું, મોંઘી ઘડિયાળો, રોકડ અને દસ્તાવેજો જપ્ત કરાયા છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch