Sat,04 May 2024,4:41 am
Print
header

400 નો નારા લગાવનારાઓને લોકસભાની ચૂંટણીમાં 100 બેઠકો પણ નહીં મળેઃ સંજય સિંહનો દાવો- Gujarat Post

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલની એક ષડયંત્રના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ ઈમાનદાર હતા, છે અને રહેશે. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.

AAP નેતા સંજય સિંહ જેલમાંથી છૂટ્યાં બાદ સુનીતા કેજરીવાલને મળવા ગયા હતા. કહ્યું પહેલીવાર તેમની આંખોમાં આંસુ જોયા, હું કાર્યકરોને કહેવા માંગુ છું કે આ આંસુનો બદલો લેવો પડશે. 400નો નારા લગાવનારાઓને લોકસભાની ચૂંટણીમાં 100 બેઠકો પણ નહીં મળે. ભાજપના લોકો કહેતા હતા કે તેઓ સરકારને જેલમાંથી ચાલવા નહીં દે. હું કહેવા માંગુ છું કે દેશનું બંધારણ મોદીજી કે કોઈ વીકે સક્સેનાએ નથી લખ્યું.

સંજય સિંહના જણાવ્યાં અનુસાર 456 સાક્ષીઓમાંથી માત્ર ચારે જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું નામ લીધું હતું. દેશવાસીઓએ જાણવું જોઈએ કે આ સાક્ષીઓએ કયા સંજોગોમાં તેમના નામ લીધા. તેમણે વધુમાં કહ્યું કે, રાઘવ રેડ્ડી મગુંતા રેડ્ડીના પુત્ર છે, અરવિંદ અને શરત રેડ્ડીના 8 નિવેદનોમાં કેજરીવાલનું નામ નથી, માત્ર બે નિવેદનોને આધારે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતા. શરત રેડ્ડીએ 12 નિવેદનો આપ્યાં હતા, પરંતુ છેલ્લા બે નિવેદનોમાં કેજરીવાલનું નામ લીધું હતું.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch