Sat,18 May 2024,2:05 pm
Print
header

હજારીબાગના સાંસદે કહ્યું હું હવે ચૂંટણી લડવા માંગતો નથી, ભાજપ નેતા જયંત સિન્હા હવે આ કામ કરવા માંગે છે

ઝારખંડઃ પૂર્વ મંત્રી અને હજારીબાગના ભાજપ સાંસદ જયંત સિન્હાએ આગામી લોકસભાની ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ભારત અને સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જની સમસ્યા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે. સિન્હાએ ટ્વિટર પરની એક પોસ્ટમાં જણાવ્યું કે તેમણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પ્રત્યક્ષ ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. જેથી તેઓ ભારત અને વિશ્વમાં આબોહવા પરિવર્તનના કામો પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. હું ચોક્કસપણે પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ.

પીએમ મોદી અને અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો

બીજેપી નેતાએ કહ્યું કે મને છેલ્લા 10 વર્ષમાં હજારીબાગની જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ નેતૃત્વ દ્વારા મને ઘણી તકો આપવામાં આવી છે. સૌનો હૃદયપૂર્વક આભાર. જય હિંદ.''

અગાઉ જયંત સિંન્હાને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં હતા

જયંત સિંન્હાએ 2014 અને 2019માં હજારીબાગ સંસદીય બેઠક પરથી ચૂંટણી જીતી હતી. તેમના પિતા યશવંત સિંન્હા પણ હજારીબાગના સાંસદ રહી ચૂક્યા છે. યશવંત સિંન્હા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી હતા, જયંત સિંન્હાને પણ મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch