Thu,19 February 2026,12:13 am
Print
header

અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યૂનર અને થાર વચ્ચે ભયાનક અકસ્માત, 3 લોકોનાં મોત-6 ઘાયલ

  • Published By
  • 2024-07-01 10:31:17
  • /

બોપલના વકીલ બ્રિજ નજીક જોરદાર અકસ્માત

ત્રણ લોકોનાં મોત, છ લોકો ઘાયલ

અમદાવાદઃ શહેરમાં વધુ એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં વકીલ બ્રિજ નજીક એક ફોર્ચ્યૂનર અને થાર કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો, ત્રણ લોકોના અહીં જ મોત થઇ ગયા છે. 6 ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત બાદ જાણવા મળ્યું કે ફોર્ચ્યૂનરમાં દારૂની હેરાફેરી થઇ રહી હતી અને તેમાંથી દારુનો જથ્થો પકડાયો છે. આ ગાડી વૈષ્ણોદેવી તરફથી આવી રહી હતી.

બોપલ પાસે એસપી રિંગ રોડ પર અકસ્માત થયો

થાર કાર રોડ પર 50 ફૂટ દૂર ફંગોળાઇ

અકસ્માત બાદ લોકોએ અહીં બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસ કાફલો પણ અહીં આવી પહોંચ્યો હતો. આ થાર ચલાવનાર સંજય કાઠી નામના વ્યક્તિનું મોત થઇ ગયું છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરીને ફોર્ચ્યૂનરના માલિક સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યાં છે અને મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch