Sat,18 May 2024,5:34 pm
Print
header

કિંજલ દવેને ઝટકો....કોર્ટની ના છતાં ચાર ચાર બંગડી ગીત ગાવું પડ્યું ભારે, રૂ.1 લાખનો ફટકાર્યો દંડ- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ નવરાત્રી દરમિયાન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં લાઇવ પરફોર્મેન્સ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવેલું ચાર ચાર બંગડી ગીત ગાયું હતું. જેને લઈને કોર્ટે તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે તેના આદેશની અવગણના બદલ ગંભીર નોંધ લીધી હતી. ઉપરાંત કિંજલ દવેએ કરેલા બચાવને પણ ફગાવ્યો હતો.

સિવિલ કોર્ટે 2022માં કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોઈપણ પ્લેટફોર્મ પર ગાવા સ્પષ્ટ પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં કિંજલ દવેએ આ વખતે નવરાત્રિમાં વિદેશમાં આ ગીત ગાયું હતું. કોર્ટના હુકમના અનાદર બદલ રેડ રીબન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ. તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કિંજલ દવેએ તેની તપાસમાં કબૂલ્યું કે, 2023ની નવરાત્રિમાં તેણે 20થી 25 વખત આ ગીત ગાયું હતું.તેણે એવો બચાવ કર્યો કે, આ ગીત ભારતની બહાર ગાયું છે, તેથી કોર્ટના પ્રતિબંધ આવા કિસ્સામાં લાગુ ન પડે. તેના બચાવને ફગાવતાં કોર્ટે કહ્યું, માત્ર માફી માંગવી પૂરતી નથી, આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી છે. તેમ કહી કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને 7 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો 7 દિવસમાં આ રકમ ભરપાઈ ન કરે તો એક સપ્તાહની સાદી કેદ ભોગવવા પણ હુકમમાં ઠરાવ્યું હતું.

નોંધનિય છે કે આ ગીત સામે કોપીરાઇટનો કેસ થયો હતો અને તેમાં કિંજલ દવેની હાર થઇ હતી, તેમ છંતા તેને આ ગીત ગાવાનું ચાલું રાખ્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch