Fri,03 May 2024,4:10 pm
Print
header

RTO ના લાંચિયા બાબુઓ સુધરી જાજો..ACB એ પાલનપુરમાં રૂ.11,700 ની લાંચ લેતા બે લોકોને ઝડપી પાડ્યાં- gujarat post

પાલનપુરઃ એસીબીએ ફરી એક વખત ટ્રેપ કરીને લાંચિયાઓ પર તવાઇ બોલાવી છે, આ વખતે પાલનપુરની આરટીઓ કચેરીના કર્મચારી પર ટ્રેપ થઇ છે. જેમાં અંકિત નરેન્દ્રભાઇ પંચાલ, આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર, વર્ગ-2, આર.ટી.ઓ કચેરી, પાલનપુર અને ખાનગી વ્યક્તિ ભરત જીવાભાઇ પટેલને રૂપિયા 11,700 લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.

આરોપીએ ગઠામણ દરવાજા, ગલબાભાઇનાં પુતળા પાસે લાંચ લીધી અને એસીબીએ તરત તેમને ઝડપી પાડ્યાં હતા.ફરીયાદી ઓટો એડવાઇઝરની ઓફીસમાં કામ કરે છે, તેમના ક્લાયન્ટનાં વાહનોનાં નામ ફેરબદલી તથા બોજા નાંખવા માટે આરટીઓ કચેરી અવર જવર રહે છે.

આરોપી આરટીઓ ઇન્સ્પેક્ટરે એક કામ માટે વચેટીયા ભરતને 11,700 રૂપિયા આપી દેવા કહ્યું હતુ, પછી જ તેનું કામ કરશે તેમ જણાવ્યું હતુ. જેમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં ભરત લાંચ લઇને અંકિત પંચાલ સાથે મોબાઇલ પર લાંચની વાત કરતા ઝડપાઇ ગયો હતો. બંને આરોપીઓને એસીબીએ ઝડપી લઇને વધુ કાર્યવાહી કરી છે.

ટ્રેપીંગ અધિકારીઃ એસ.એન.બારોટ
પો.ઇન્સ.એ.સી.બી. ફિલ્ડ-3 ( ઇન્ટે.) અમદાવાદ

મદદમાં
ડી.બી.મહેતા, પો.ઇન્સ. એ.સી.બી.
ફિલ્ડ-3( ઇન્ટે.) અમદાવાદ

સુપરવિઝન અધિકારીઃ
એ.વી.પટેલ, મદદનીશ નિયામક
એ.સી.બી. ફિલ્ડ-3( ઇન્ટે.) અમદાવાદ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch