Thu,09 May 2024,2:07 am
Print
header

રાજ્યના 88 મામલતદારોની બદલી, અન્ય 51 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી- Gujaratpost

બદલીનું આખું લિસ્ટ જોવા ઉપરની Pdf ફાઇલ ડાઉનડોલ કરો

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. પોલીસ અધિકારીઓની બદલી બાદ રાજ્યના 88 મામલતદારોની બદલી કરવામાં આવી છે. સાથે જ અન્ય 51 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મામલતદારને રાજકોટ ઈસ્ટના મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. ઉપલેટાના મામલતદાર જી.એમ. મહાવાડિયાની રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીમાં બદલી કરવામાં આવી છે. મુદ્રા કચ્છના મામલતદાર સીઆર નિમાવતને અમદાવાદ શહેરમાં મણિનગર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયેમાં બદલીઓ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા IPS અધિકારીઓ અને ડીવાયએસપી કક્ષાના ધિકારીઓની બદલી કરાઈ હતી. રાજ્યના GAS કેડરના અધિકારીઓની પણ બદલી કરાઈ હતી. હવે મામલતદારોની બદલી કરાઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch