Sat,27 April 2024,12:46 am

જુઓ, ટોટલ ધમાલનું ટ્રેલર, હસ્યા વગર નહીં રહી શકો

  • 2019-01-21 15:32:38
  • /
  • Video
બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગણની અપકમિંગ કૉમેડી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત અનિલ કપૂર અને માધુરી દીક્ષિત પણ જોવા મળશે. ફિલ્મનાં ટ્રેલર પહેલા તેના બે પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યા હતા. પોસ્ટર જોઇને લાગે છે કે ફિલ્મમાં જંગલની ધમાલ થીમ રાખવામાં આવી છે. હાથીથી લઇને કોબરા સુધી સૌ આ પોસ્ટર્સમાં જોવા મળી રહ્યા છે. અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ નવા પોસ્ટર્સ શેર કર્યા છે, પરંતુ સૌથી ખતરનાક લૂક અજય દેવગણનો સિંહ સાથે રેમ્પવૉક કરતો છે. અજય દેવગણ રેમ્પવૉક કરી રહ્યો છે તો અરશદ વારસી અને જાવેદ જાફરી કોબરા સાથે જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલરની વાત કરીએ તો તે ઘણું જ શાનદાર છે. ફિલ્મનાં ટ્રેલર પરથી લાગે છે કે ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવશે. ફિલ્મમાં અજય દેવગણ, અરશદ વારસી અને જાવેદ જાફરી દર્શકોનાં પૈસા વસૂલ કરી દેશે.