Fri,01 November 2024,5:17 am
Print
header

હિંમતનગર અને ખંભાત બાદ આ શહેરમાં થઇ બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને તોડફોડ કરાઇ - Gujarat Post

વડોદરા: શહેરના રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે બે બાઇક અથડાયા બાદ જૂથ અથડામણ થઇ હતી. મોડી રાતે 11.30 વાગ્યાની આસપાસ બે બાઇક અથડાયા બાદ ઉગ્ર બોલાચાલી થઇ હતી. ભારે માથાકૂટ થતા બે કોમના જૂથો વચ્ચે પથ્થરમારો અને તોડફોડ થઇ હતી. ટોળાએ કોઠી પોળની સાંઈ બાબાની મૂર્તિને તોડી નાંખી હતી અને 10થી વધુ વાહનોની તોડફોડ કરી હતી. જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. પથ્થરમારાને કારણે રાવપુરા ટાવરે લોકોની ભીડ જામી ગઇ હતી. સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ રોષ વ્યાપી ગયો છે.

પથ્થરમારો અને તોડફોડની જાણ થતાં જ પોલીસ કાફલા દોડી આવ્યો હતો.સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ ચાલુ કર્યું છે. શહેરમાં કોઇપણ જાતની તંગદિલી ન સર્જાય અને શહેરમાં શાંતિ રહે તેવી પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે નાગરિકોને અપીલ કરી છે. સાથે જ કોઇપણ અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, પથ્થરમારો કરનાર અમારા વિસ્તારના ન હતા, કોઇ અજાણ્યા માણસો જ હતા. પથ્થરમારામાં 3 લોકોને સામાન્ય ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને 22 લોકોની અટકાયત કરાઇ છે. 

રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં જૂથ અથડામણ થઇ હતી. હિંમતનગર રામનવમીના દિવસે થયેલી હિંસા બાદ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.  પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી છે. ખંભાતમાં શોભાયાત્રાની મંજૂરી મળ્યાં બાદ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડાયું હતું, આ હિંસામાં 3 મૌલવી અને અન્ય 2 શખ્સોએ આ ષડયંત્ર રચ્યું હતુ. આ સાથે 100થી વધુ લોકોના ટોળાં સામે ફરિયાદ નોંધાઇ હતી. કેટલાક આરોપીઓ પર હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch