Thu,09 May 2024,3:28 am
Print
header

Tokyo Olympics: ભારતની શાનદાર શરૂઆત, ભાલા ફેંક, રેસલિંગમાં જીત

ટોક્યોઃ ઓલિમ્પિકનો આજે 13મો દિવસ છે. બુધવારના દિવસે ભારતની શુભ શરૂઆત થઈ છે. ભારતના સ્ટાર જેલવિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને ઓલિમ્પિક ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. નીરજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તેના આ પ્રદર્શનબાદ મેડલની આશા વધી ગઈ છે.

રેસલર રવિ કુમારનો મુકાબલો 57 કિલોગ્રામ વર્ગમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેરોસ ઉરબાનો સાથે થયો હતો. રવિ કુમારે આ મેચ 13-2થી જીતી હતી.  

ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઈનલમાં આર્જેટિના સામે ટકરાશે. બપોરે સાડા ત્રણ વાગ્યે આર્જેટિનાની ટીમ સામે જીતના વિશ્વાસ સાથે ભારતીય મહિલા હોકી ટીમ મેદાનમાં ઉતરશે. સેમીફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમ કમાલ કરીને જીત મેળવે તેવી સૌ ભારતવાસીઓ પ્રાર્થના કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch