Wed,08 May 2024,10:51 pm
Print
header

સુરતમાં મધરાતે મેઘરાજાની તોફાની બેટિંગ, રોડ રસ્તા થયા પાણી પાણી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. મધરાતે સુરતમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા છે. જો કે સવાર થતાં જ મેઘરાજાએ થોડો વિરામ લીધો છે અને માત્ર ઝરમર વરસાદ કે હળવા ઝાપટાં પડી રહ્યાં છે.

સુરત શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ શરુ થયો છે. જિલ્લાના કામરેજ તાલુકામાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. સતત વરસાદને કારણે હવે ખેડૂતોના પાકને પણ નુકસાનની આશંકા છે.

હવામાન વિભાગે હજુ ચારથી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે.જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch