Tue,26 September 2023,4:53 am
Print
header

સાઉથના જાણીતા એક્ટર વિજય એન્ટનીની 16 વર્ષીય પુત્રીએ કર્યો આપઘાત- Gujarat Post

પુત્રીના મોતથી પરિવાર આઘાતમાં

આપઘાતનું કારણ અકબંધ

સોશિયલ મીડિયા પર લોકો પાઠવી રહ્યા છે શ્રદ્ધાંજલિ

કોલકત્તાઃ મનોરંજન ઈન્ડસ્ટ્રીઝ માટે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યાં છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર અને કમ્પોઝર વિજય એન્ટનીની 16 વર્ષીય દીકરી મીરા એન્ટનીએ આપઘાત કર્યો છે. મંગળવારે સવારે 3 વાગ્યે વિજય એન્ટનીની દીકરીએ આપઘાત કર્યો હતો. વિજય એન્ટની સવારે 3 વાગ્યે તેમની દીકરીના રૂમમાં ગયા તો તેમણે જોયું કે, તેમની દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. વિજય એન્ટની સ્ટાફની મદદથી તેમની દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વિજયની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરી રહી હતી. આ સમાચાર સામે આવતા ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વિજય એન્ટનીનું ખૂબ જ નામ છે. વિજય એન્ટનીની દીકરીના આત્મહત્યાના સમાચાર સામે આવતા જ લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. મીરા એંટનીએ કયા કારણોસર આવું પગલું ભર્યુ તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ મુજબ, મીરાએ શહેરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી અને તે ડિપ્રેશનથી પીડાતી હતી.પોલીસ અધિકારીઓ આ કેસની તપાસમાં લાગ્યા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch