Thu,09 May 2024,12:39 am
Print
header

પોતાનું ઘર પણ ન બચાવી શક્યા ભાજપના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, તેમના ભાઇ જોડાઇ ગયા કોંગ્રેસમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ નેતાઓ અને કાર્યકર્તાઓએ પાટલી બદલવાનું શરૂ કરી દીધુ છે.જેમાં ભાજપની વિજય રૂપાણી સરકારના ડ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે કોંગ્રેસનો પંજો પકડી લીધો છે. અમિત ચાવડાની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

કોંગ્રેસમાં સામેલ થતાં જ તેમણે ભાજપ પર પ્રહાર કર્યાં છે. ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલતા હોવાથી તેમના પર કેસ કરાયાનું તેમને કહ્યું છે. ભરૂચ જિલ્લાના ગુંડા તત્વો સામે ગૃહ વિભાગમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાનો તેમનો દાવો છે. તેમણે એમ પણ કહ્યું કે, કૌટુંબિક નારાજગી રાખી મારા નાનાભાઈ ઈશ્વરસિંહે મારી સાથે ખોટું વર્તન કર્યું છે.સત્તાના સહારે મને હરાવવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ હું તેમને પડકાર આપું છું કે એપીએમસીમાં સમાજના લોકો સામે ચર્ચાં કરો.જૂના સમયનું એપીએમસીનું કાળું ધોળુ બધાની સામે રજૂ કરીશ. દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. ત્યારે હવે ભાજપના મંત્રી પોતાનું ઘર પણ બચાવી શક્યા નથી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch