Sat,18 May 2024,11:02 am
Print
header

બજેટના દિવસે સરકારે આપ્યો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો

નવી દિલ્હીઃ સામાન્ય માણસને બજેટના દિવસે આંચકો લાગ્યો છે. સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. નવા દરો 1લી ફેબ્રુઆરી એટલે કે આજથી લાગુ થઈ ગયા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. IOCની વેબસાઈટ અનુસાર, 1 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગયા મહિને 1 જાન્યુઆરીએ તેનો ભાવ 1755.50 રૂપિયા હતો.

કોલકત્તામાં પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોલકત્તામાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 1869 રૂપિયાથી વધીને 1887 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 15 રૂપિયાનો વધારો થયો છે. ગયા મહિને સિલિન્ડરનો દર 1708.50 રૂપિયા હતો જે હવે વધીને 1723.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં 12.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1924.50 રૂપિયાથી વધીને 1937 રૂપિયા થઈ ગઈ છે.

એટીએફના ભાવમાં પણ ફેરફાર

IOCની વેબસાઈટ અનુસાર જેટ ઈંધણ એટલે કે ATFની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હીમાં જેટ ફ્યુઅલ (ATF) 1,00,772.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. કોલકત્તામાં 1,09,797.33 રૂપિયા, મુંબઈમાં 94,246.00 રૂપિયા અને ચેન્નાઈમાં 1,04,840.19 રૂપિયા પર પહોંચી ગયો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch