Thu,09 May 2024,3:32 am
Print
header

ચીનના ઓફિસરો પર અમેરિકાનો વિઝા પ્રતિબંધ, તિબેટમાં વિદેશીઓની એન્ટ્રી રોક પર ભડકયું યુએસ

વોશિંગ્ટનઃ મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચે કોરોના અને હોંગકોંગ પછી હવે તિબેટ મુદ્દે વિવાદ ઉભો થયો છે. અમેરિકાએ ચીનના અમુક ઓફિસરો પર વિઝા પ્રતિબંધ લગાવી દીધો છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આ માહિતી આપી છે. પોમ્પિયોએ કહ્યું છે કે, અમે તિબેટ માટે વિશેષ અમેરિકન કાયદા અંતર્ગત આ પ્રતિબંધ લગાવ્યાં છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, આજે મે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી)ના ઓફિસરોના વિઝા પ્રતિબંધની જાહેરાત કરી છે.આ ઓફિસરો અન્ય દેશોના નાગરિકોને તિબેટ જતા રોકી રહ્યાં છે.

પોમ્પિયોએ કહ્યું કે ચીન અમેરિકન ડિપ્લોમેટ્સ, ઓફિસરો, પત્રકારો અને ટૂરિસ્ટસને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (TAR) અને ત્યાંના અન્ય વિસ્તારોમાં જતા રોકી રહ્યું છે. જ્યારે અમારા દેશમાં ચીનના લોકો અને ઓફિસર્સને ક્યાંય જવાનો પ્રતિબંધ નથી. તેમણે કહ્યું કે, ચીની ઓફિસરો તિબેટમાં અન્ય દેશોના લોકોને જવા માટે અલગ નીતિ બનાવી રહ્યાં છે અને તેને લાગુ કરી રહ્યાં છે. તિબેટમાં લોકોને જતા રોકવા તે માનવ અધિકારોનું હનન છે. 

અમે તમને જણાવી દઇએ કે તિબેટમાં ચીન અત્યાચાર કરી રહ્યું છે, તે તિબેટના મુદ્દાથી દુર રહેવા અનેક વખત ભારતને ચીમકી આપી ચુક્યું છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch