Thu,09 May 2024,1:57 am
Print
header

સુરતમાંથી બહાર જઇને આવતા વેપારીઓ 14 દિવસ ક્વોરોન્ટાઇન થાયઃ સુરત મ્યુ.કમિશનર

હીરા ઉદ્યોગ અને અન્ય કારખાનાઓમાં કામ કરનારા લોકોને વધુ સંક્રમણ 

સુરત: શહેરમાં વધી રહેલા કોરોના કહેરને રોકવા માટે તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહત્વની જાહેરાત કરી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું છે કે સુરત બહાર વેપાર કરવા જતાં લોકો પરત આવે છે ત્યારે હોમ ક્વોરોન્ટાઇન થવાના બદલે પોતાના ધંધામાં ફરીથી લાગી જાય છે, જેના કારણે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને એ બાબત ધ્યાનમાં આવી છે કે સુરતથી દિલ્હી, મુંબઈ તેમજ અન્ય રાજ્યમાં જતાં વેપારીઓ ઘોર બેદરકારી રાખી રહ્યાં છે, જેના કારણે સુરતમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે.જેમાં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સૌથી વધારે સંક્રમિત થતા હોવાનું ધ્યાને આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે કે સુરત બહાર જતા અને પછી પરત આવતા લોકોએ14 દિવસ ક્વોરોન્ટાઇન રહેવું જરૂરી છે.જો આમ નહિ કરવામાં આવે તો  કોરોનાનું સંક્રમણ હજુ પણ વધશે. ત્યારે કમિશનરે સ્થાનિક તંત્રને સૂચના આપી છે કે વેપાર ધંધા માટે બહાર જતા લોકો ઉપર વોચ રાખવી પડશે, નિયમોનું પાલન ન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch