Fri,26 April 2024,10:45 am
Print
header

મણિપુરમાં તોફાનીઓ બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાનો નિષ્ફળ પ્રયાસ

ઈમ્ફાલઃ મણિપુરમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. જ્યારે એવું લાગે છે કે વાતાવરણમાં શાંતિ આવી રહી છે, ત્યારે વધુ એક ડરામણો અહેવાલ સામે આવ્યો છે. હિંસાગ્રસ્ત રાજ્યમાં બદમાશો નિર્ભય બની ગયા છે. હથિયારો અને દારૂગોળો મેળવવા માટે તે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. હિંસક તત્વો હવે સેનાને નિશાન બનાવી રહ્યાં છે.

27 અને 28 મેની રાત્રે હિંસા ફાટી નીકળ્યાં બાદ તોફાનીઓ ફરી એકવાર સક્રિય થયા છે. ઇમ્ફાલમાં સુરક્ષાદળો પાસેથી હથિયારો જપ્ત કરી સેવાના અહેવાલ છે. ઇમ્ફાલ પૂર્વમાં 7મી બટાલિયન મણિપુર રાઇફલ્સના ગેટ પર 100 થી વધુ લોકો એકઠા થયા હતા. જો કે, સેનાએ આ લોકોને વિખેરી નાખ્યાં હતા. પોરોમપાટ પોલીસ સ્ટેશન સામે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, પરંતુ પોલીસે ટોળા સામે ટીયર ગેસના શેલ છોડીને વળતો જવાબ આપ્યો હતો. હિંસા દરમિયાન સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.

ઇમ્ફાલ પશ્ચિમમાં ઇંગરોક ચિંગમુંગમાં સોમવારે બપોરે ગોળીબાર થયો હતો, જે મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો. સેનાના એક અધિકારીએ કહ્યું કે તેમને માહિતી મળી હતી કે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સાંસાબી, ગ્વાલતાબી અને શબુનખોલમાં ઘણા સશસ્ત્ર બદમાશો ઘરોને આગ લગાડવા જઇ રહ્યાં છે. માહિતી મળતાની સાથે જ પોલીસે ઓપરેશન શરૂ કર્યું અને 22 લોકોને સ્થળ પર જ ઝડપી લીધા હતા. કોહિમા અને ઇમ્ફાલના પીઆરઓ (સંરક્ષણ) અનુસાર, આ બદમાશો પાસેથી પાંચ 12 બોરની ડબલ બેરલ રાઇફલ, ત્રણ સિંગલ બેરલ રાઇફલ, એક દેશી બનાવટનું ડબલ બોર હથિયાર અને એક મઝલ લોડેડ રાઇફલ મળી આવી હતી. તોફાનીઓએ સેનાના હથિયારો પડાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક બેઠક બોલાવીને સ્થિતીની સમીક્ષા કરી હતી. અત્યાર સુધી 40 બદમાશોના એન્કાઉન્ટર કરવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch