રાજ્યની તમામ 11 સરકારી યુનિવર્સિટીની સત્તા સરકાર હસ્તક
યુનિવર્સિટીઓમાં સરકાર કરશે હસ્તક્ષેપ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.ત્યારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું હતુ. જે બાદ હવે રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક આવશે. જે મુજબ, રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહીં, યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહીં. ઉપરાંત યુનિવર્સિટીના અધ્યાપકો ટ્યુશન કરાવી શકશે નહીં.
અગાઉ કોમન યુનિવર્સિટી બિલ રજૂ થાય તે પહેલા વિરોધ જોવા મળ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી અને MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ બિલ આવવાથી યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણ આવવાની ચિંતા વ્યક્ત કરી હતી. સામે પક્ષે રાજ્ય સરકારે આ બિલના ફાયદા ગણાવ્યાં હતા. નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ સરકારે કોમન યુનિવર્સિટી એક્ટનો ડ્રાફટ જાહેર કરી 12 ઓગસ્ટ સુધી સૂચનો મગાવ્યાં હતા. અગાઉ વિધાનસભામાં આ બિલ ચાર વખત નામંજૂર થયું હતું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ | 2023-09-25 08:40:59
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
પોલીસ બેડામાં ફરી બદલીઓની શક્યતા, 28 સપ્ટેમ્બર પછી PI થી Dysp ના પ્રમોશન અને બદલીઓની શક્યતા | 2023-09-22 15:59:27
ઉમેદવારોએ જાણવું જરૂરી, ગુજરાતમાં વધુ એક પરીક્ષા રહી મોકૂફ- Gujarat Post | 2023-09-18 19:35:07