Sat,18 May 2024,10:13 am
Print
header

Fact Check: શું બજેટમાં 3 દિવસ વીક ઓફ પોલિસીની થશે જાહેરાત ! જાણો વાયરલ પોસ્ટની હકીકત- Gujarat Post

Fact Check News: કેન્દ્રની મોદી સરકાર આજે 1 ફેબ્રુઆરીએ તેનું વચગાળાનું બજેટ રજૂ કરશે. આવી સ્થિતિમાં દરેક વર્ગને આ બજેટ પાસેથી અનેક અપેક્ષાઓ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરશે.

કેન્દ્રીય બજેટ પહેલા સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તેના બજેટમાં 3 દિવસની વીકેન્ડ પોલિસીની જાહેરાત કરશે. આવી સ્થિતિમાં જાણો આ વાયરલ પોસ્ટનું સત્ય શું છે.

Fact Check News:

ચૂંટણી પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર પોતાની વોટ બેંક વધારવા માટે આ વચગાળાના બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. જેમાં નવા નિયમો હેઠળ ઓફિસોમાં અઠવાડિયામાં 3 દિવસની રજા મળી શકે છે. આવી સ્થિતિમાં, વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અઠવાડિયામાં 2 દિવસની રજાઓ જૂની થઈ ગઈ છે. સરકાર હવે 3 દિવસની રજાની નીતિ લઈને આવી રહી છે. અમારા ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકે આ દાવા પર ટ્વિટ કરીને વાસ્તવિકતા તમારી સામે લાવ્યાં છીએ.

સોશિયલ મીડિયા પર ફરતી એક તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય નાણામંત્રી બજેટમાં 3-દિવસની વીકેન્ડ પોલિસીની જાહેરાત કરશે. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આવી કોઈ દરખાસ્ત જારી કરવામાં આવી નથી. અમે અનેક સરકારી વેબસાઇટો ચકાસી અને આવા ન્યૂઝ પર ઇન્ટરનેટ પર સર્ચ કર્યું, પરંતુ આવી કોઇ માહિતી સામે આવી નથી. ત્યારે આવી માહિતી તમારે પણ સોશિયલ મીડિયામાં શેર કરવી જોઇએ નહીં.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch