Sat,18 May 2024,11:23 am
Print
header

Fact Check: રાહુલ ગાંધીએ પહેરી ભાજપના લોગો વાળી ટી શર્ટ, જાણો વાયરલ ફોટાની હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા સમાચારથી લઈને લોકોને વિવિધ માહિતી આપવામાં મદદ કરે છે. જો કે, લોકો નકલી સમાચાર ફેલાવવા માટે પણ તેનો વ્યાપક ઉપયોગ કરે છે. દરરોજ આવા સમાચારો, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી.. ફેક ન્યૂઝનો નવો મામલો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર રાહુલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બીજેપીના ચૂંટણી ચિન્હ સાથેની ટી-શર્ટ પહેરેલા જોવા મળી રહ્યાં છે.  

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલમાં ભારતના પૂર્વથી પશ્ચિમ સુધી ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ રહ્યાં છે. તેઓ લોકોને સંબોધિત પણ કરી રહ્યાં છે. જો કે આ મુલાકાત દરમિયાન એક રેલીમાંથી રાહુલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટાની પાછળ બીજેપીનું  ચિહ્ન એટલે કે કમળનું ફૂલ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ બીજેપીને સપોર્ટ કરી રહ્યાં છે.  

આ મામલો રાહુલ ગાંધી સાથે સંબંધિત હતો અને વાયરલ થઈ રહેલા ફોટો પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી અમે આ દાવાની તપાસ કરવાનું નક્કી કર્યું છે. રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તાજેતરના ફોટા પણ જોયા જેમાં તેમણે ટી-શર્ટ પહેરી છે, પરંતુ ભાજપનો લોગો નથી. હવે અમે ગુગલ રિવર્સ ઇમેજની મદદ લીધી અને આ ફોટો સર્ચ કર્યો. આમ કરવાથી, અમને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત દ્વારા 14 જાન્યુઆરીએ કરવામાં આવેલી એક ઇન્સ્ટા પોસ્ટ મળી. આ પોસ્ટમાં વાયરલ થઈ રહેલા ફોટો જેવો જ ફોટો છે પરંતુ તેના પર બીજેપીનું ચૂંટણી ચિહ્ન નથી. મામલો સ્પષ્ટ હતો કે રાહુલ ગાંધીનો ફોટો જાણી જોઈને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું રાહુલ ગાંધીનો ફોટો એડિટ કરવામાં આવ્યો છે અને તેમના ટી-શર્ટ પર ભાજપનું ચૂંટણી પ્રતીક કમળ મૂકવામાં આવ્યું છે. આ તસવીર સંપૂર્ણપણે ખોટી છે. તેથી, યુઝર્સને આ વાયરલ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch